Fixed Pay Employees: ફિક્સ પગારના કર્મચારીઓને સરકાર આપશે 14 લાખ રૂપિયાની સહાય, વિગતો ખાસ જાણો
રાજ્ય સરકારના નિર્ણય મુજબ કરાર આધારિત કર્મચારીનું જો ફરજ દરમિયાન અવસાન થાય તો કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલી નોકરીના સમયગાળાને ધ્યાનમાં રાખીને મળતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના નિર્ણય મુજબ કરાર આધારિત કર્મચારીનું જો ફરજ દરમિયાન અવસાન થાય તો કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલી નોકરીના સમયગાળાને ધ્યાનમાં રાખીને 14 લાખની સહાય આપવામાં આવશે. વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને આ લાભ મળશે.
કોને મળશે આ લાભ
ઠરાવ (સા.વ.વિભાગનો તા. 24-09-2022નો ઠરાવ ક્રમાંક:રહમ-૧૦૨૦૦૯-૧૬૫૧-ક)થી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂંક પામેલા અને તા. 24-9-2022 કે ત્યારબાદ ચાલુ નોકરીએ અવસાન પામાનારા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરીને 14 લાખ કરવામાં આવી છે.
આ ઉપરાંત ઠરાવ (સા.વ.વિભાગનો તા.૨૯-૧૦-૨૦૨૨.નો ઠરાવ ક્રમાંક:રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫)-ક)થી કરારીય સમયગાળા દરમિયાન 29-10-2022 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4ના ફીક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂપિયા 7 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની નીતિ દાખલ કરાઈ છે.
ફિક્સ પગારના કર્મચારીઓને તેઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિતને અન્ય કોઈ નાણાકીય લાભ મળવાપાત્ર નથી. જેથી ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂંક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં મળવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube