GUJARAT સરકારનો અનોખો પ્રોજેક્ટ, ખેડૂત લાખો નહી કરોડપતિ બની જશે, તમે લાભ લીધો કે નહી?
ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. જેમાં બનાસકાંઠાના પણ ખેડૂતોએ મોટી સંખ્યામાં પાક સહાય યોજનાનો લાભ લઈને પોતાના ખેતરોમાં પાક સંગ્રહ માટેનું સ્ટ્રક્ચર બનાવ્યું છે.
અલ્કેશ રાવ/ પાલનપુર : ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. જેમાં બનાસકાંઠાના પણ ખેડૂતોએ મોટી સંખ્યામાં પાક સહાય યોજનાનો લાભ લઈને પોતાના ખેતરોમાં પાક સંગ્રહ માટેનું સ્ટ્રક્ચર બનાવ્યું છે.
ગુજરાતના ઉદ્યોગપતિઓને સરકાર તરફથી મોટી રાહત, કરોડો રૂપિયાની કરી રેલમછેલ
મુખ્યમંત્રીની સાત પગલાં યોજના અંતર્ગત કૃષિ-ખેતીવાડી અને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાન સાથે પાક સંગ્રહ શરૂ કરી છે. જેમાં નાના-સિમાંત ખેડૂતોને પાક સ્ટ્રકચર યોજનામાં ખેડૂતને આવા ગોડાઉન સ્ટ્રકચર માટે ત્રીસ હજાર રૂપિયાની મહત્તમ સહાય સરકાર આપે છે. રાજ્ય સરકારે રાજ્યના લાખો ધરતીપુત્રોને સહાય ચૂકવી છે. આ સહાયના પરિણામે રાજ્યના ખેડૂતોના પોતાના ખેતરના ગોડાઉનમાં 2 લાખ 32 હજાર ટન અનાજની સંગ્રહ શક્તિ વધશે તેમજ પાકનો બગાડ અટકશે. જેથી આ યોજનાઓ બનાસકાંઠાના અનેક ખેડૂતોએ લાભ લઈને પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. જેમાં પાલનપુર તાલુકાના ગામના અનેક ખેડૂતોએ પાક સંગ્રહ યોજનાનો લાભ લઈને પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું પાકું ગોડાઉન બનાવ્યું છે. તેમનું કહેવું છે કે, પહેલા મારા ખેતરમાં પાક ખુલ્લામાં રાખવો પડતો હતો. ચોમાસામાં તે પલળી જવાથી મને નુકસાન થતું હતું તો પાક કે ઘાસ મુકવાની જગ્યા ન હોવાથી મારે ઘાસની વધારે જરૂરિયાત હોય તો પણ ઓછું લાવવું પડતું હતું.
રાખડીની અનોખી પરંપરા, VALSAD માં ભાઇને નહી પરંતુ આને બાંધવામાં આવે છે રાખડી...
જોકે પહેલા ખેડૂતોના ખેતરમાં પાક સંગ્રહ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને ખુબજ તકલીફ રહેતી હતી જોકે મેં આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતોએ ખેતરમાં ગોડાઉન બનાવ્યું છે. જેથી હવે તેમને પાક બગાડવાની કોઈ ચિંતા નથી અને તેવો અન્ય પાક સહિત ઘાસ પણ મોટા પ્રમાણમાં સંગ્રહ કરી શકતા હોવાથી આ યોજનાએ તેમને મોટો ફાયદો કરાવ્યો છે. જેથી ખેડૂતો સરકારનો ખુબ આભાર માની રહ્યા છે. પહેલા અમારે પાક ખુલ્લામાં રાખવો પડતો હતો જોકે સરકારે અમને સહાય આપતા અમે ગોડાઉન બનાવ્યું તો હવે અમારી ચિંતાઓ દૂર થઈ ગઈ છે હું સરકારનો આભારી છું.
AHMEDABAD માં બેઠાબેઠા અમેરિકનોને અજબ રીતે છેતરતી ગેંગ ઝડપાઇ, પોલીસ પણ ચોંકી ઉઠી
સરકારની યોજનાના કારણે અમે ખેતરમાં પાક સંગ્રહ માટેનું ગોડાઉન બનાવ્યું છે. જેથી હવે અમારે પાક પલળવાની કે બગડવાની ચિંતા નથી. મુખ્યમંત્રીની સાત પગલાં યોજના અંતર્ગત બનાસકાંઠામાં પાક સંગ્રહ યોજનાઓ લાભ લેવા માટે 30 હજાર જેટલા ખેડૂતોએ અરજીઓ કરી છે જેમાંથી હાલ 1893 જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ગયો છે અને અનેક ખેડૂતોને લાભ ટૂંક સમયમાં મળવાનો છે આ યોજનામાં ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 30 હજાર રૂપિયાની સહાય મળે છે જેથી ખેડૂતોને આર્થિક રીતે મોટો ટેકો થાય છે અને ખેડુતોનો પાક ગોડાઉનમાં સુરક્ષિત રીતે પડી રહે છે અને ખેડૂતોનો માલ કે પાક બગડતો નથી. ગુજરાત સરકારની સાત પગલાં યોજનામાં પાક સંગ્રહ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોટી સંખ્યામાં ખેડૂતો લાભ લઈને સરકારી સહાય મેળવી રહ્યા છે આ યોજનાથી ખેડૂતોને મોટો લાભ થતો હોવાથી ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube