Republic Day 2023 : આજે બોટાદ ખાતે રાજયકક્ષાના 74 માં પ્રજાસત્તાક પર્વની મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ છે. બોટાદના ત્રિકોણી ખોડિયાર મેદાન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ બાદ રાજયપાલ તેમજ મુખ્યમંત્રી ભવ્ય પરેડનું નિરીક્ષણ કરશે. અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ શો પણ યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની આન બાન અને શાન સમા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ. ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ પ્રજાસત્તાક પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સાથે રાજ્ય સરકારના મંત્રીઓએ અલગ અલગ શહેરમાં ધ્વજવંદન કરાવી પરેડની સલામી ઝીલી હતી. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાજરી આપી હતી. રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. તો વડોદરાના કરજણમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. સુરતમાં નાણામંત્રી કનુ દેસાઈએ ધ્વજવંદન કર્યું હતું. તો અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટસ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા. શહેર પોલીસના જવાનોએ પરેડ કરી હતી.


આ પણ વાંચો : 


ગુજરાતના આ ગામમાં ઘરે ઘરે સૈનિક : ગામના સૂરજ દેવી માતા કરે છે સરહદ પર સૈનિકનું રક્ષણ


આજે દેશમાં 74મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દિલ્હીના કર્તવ્ય પથ પર આ ભવ્ય સમારંભ યોજાશે. આ પહેલા કર્તવ્ય પથની દર્શક ગેલેરીમાં પુષ્પવર્ષા કરાશે. રાષ્ટ્રપતિ દ્રોમદી મુર્મુના નેતૃત્વમાં યોજાનાર કાર્યક્રમમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેબ ફતહ અલ સીસી મુખ્ય મહેમાન બનીને આવશે. આજે ગણતંત્ર દિવસની ખાસ પરેડ યોજાશે. જેમાં દેશની સૈન્ય શક્તિનું કર્તવ્ય પથ પર પ્રદર્શન કરાશે. સાંસ્કૃતિક વિવિધતા, આત્મનિર્ભરતાના ટેબ્લો રજૂ કરાશે. પહેલી વખત 6 અગ્નિવીર પરેડમાં સામેલ થશે.


લોકશાહી શું હોય એ આ બાળકોને પૂછો, શાળાએ એસેમ્બલી ચૂંટણીને રાજકીય ચૂંટણીની જેમ યોજી