ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે અત્યંત મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં 25 વર્ષ જૂનાં આવાસોનું રિડેલપમેન્ટ કરાશે. સંબંધિત ઓથોરિટી દ્વારા ભયજનક કે પડી જાય એવા જાહેર કરાયા હોય તેવા મકાનોના કિસ્સામાં રિડેવલપમેન્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે વધુ વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં જે મકાનોને વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી 25 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો હોય તેવા કિસ્સામાં ઓછામાં ઓછા 75 ટકા ફ્લેટ/એપાર્ટમેન્ટ ધારકોની સંમતિ મેળવ્યા બાદ રિડેવલપમેન્ટની કાર્યવાહી કરાશે.


 આ ઉપરાંત, જો સંબંધિત ઓથોરિટી દ્વારા જે મકાનો પડી જાય તેવા કે ભયજનક જાહેર કરાયા હોય, તેમજ આવા મકાનોથી આસપાસના રહેવાસીઓ કે અન્ય મિલકત ને નુક્શાનકર્તા થાય તેમ જાહેર કરેલું હોય તો તેવા કિસ્સામાં રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી થઇ શકશે.


[[{"fid":"180835","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(ઉપરોક્ત તસવીર રવિવારે રાત્રે ઓઢવમાં પડી ગયેલી ચાર માળની ઈમારતમાં ચાલતી રેસ્ક્યુ કામગિરીની છે)


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના ઓઢવમાં ચાર માળની ઈમારતના બે બ્લોક ધરાશાયી થઈ જતાં 5 વ્યક્તિ તેમાં દટાઈ ગયા હતા. જેમાં એકનું મોત થયું હતું, જ્યારે ચાર ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયા હતાં. રવિવારે રાત્રે સર્જાયેલી આ દુર્ઘટનામાં એનડીઆરએફ, એએમસી અને ફાયરબ્રિગેડની ટીમ કામગીરીમાં જોડાઈ હતી. ફાયરના આશરે 80થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા હતા.