રસાકસીભરી સરપંચની ચૂંટણી : વિરનીયા ગામની ચૂંટણી રદ, વેણપુરમાં ચૂટણી ફરજ બજાવતા આચાર્યનું મોત
રાજ્યમાં આજે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી (gujarat election) માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સરપંચ (sarpanch) માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (gram panchayat election) માં 1 કરોડ 82 લાખથી વધુ મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 93 લાખ 61 હજાર 601 પુરૂષ મતદારો છે તો 88 લાખ 35 હજાર 244 મહિલા મતદારો છે. 23 હજાર 112 મતદાન મથકો પર મતદાન (voting) ની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ ગુજરાતમાં આજે સરપંચની ચૂંટણીનો જંગ ભારે રસાકસીભર્યો બની રહ્યો છે. કેટલાક મથકો પર શાંતિપૂર્ણ મતદાનની વચ્ચે ક્યાંક ચૂંટણી રદ થઈ છે, તો ક્યાંક આચાર સંહિતાની ફરિયાદ નોંધાઈ છે.
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં આજે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી (gujarat election) માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સરપંચ (sarpanch) માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (gram panchayat election) માં 1 કરોડ 82 લાખથી વધુ મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 93 લાખ 61 હજાર 601 પુરૂષ મતદારો છે તો 88 લાખ 35 હજાર 244 મહિલા મતદારો છે. 23 હજાર 112 મતદાન મથકો પર મતદાન (voting) ની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ ગુજરાતમાં આજે સરપંચની ચૂંટણીનો જંગ ભારે રસાકસીભર્યો બની રહ્યો છે. કેટલાક મથકો પર શાંતિપૂર્ણ મતદાનની વચ્ચે ક્યાંક ચૂંટણી રદ થઈ છે, તો ક્યાંક આચાર સંહિતાની ફરિયાદ નોંધાઈ છે.
પંચમહાલના મોરવા હડફની વિરનીયા ગ્રામ પંચાયતની ચૂંટણી રદ્દ થઈ છે. સરપંચ પદના ઉમેદવારનું નિશાન બદલાતા વિવાદ થયો હતો. ઉમેદવારે ચૂંટણી રદ્દ કરી ફરી યોજવા માંગ કરી હતી. ત્યારે હવે આવતીકાલે ફરીથી મતદાન થશે.
આ પણ વાંચો : રાજકોટના ચકચારી કેસનો ચુકાદો, સ્ટોન કિલરનો બે કેસમાં નિર્દોષ છુટકારો
મોરવા હડફમાં કેમ ચૂંટણી રદ થઈ
પંચમહાલની વીરનિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સવારે મતદાન સ્થગિત કરાયુ હતું. સરપંચ અને ઉમેદવારના ચિન્હ અંગે વિવાદ થતા સવારે 7:45 કલાકથી 3 મતદાન મથકો પર મતદાન સ્થગિત કરાયુ હતું. બેલેટ પેપર, પ્રચાર સાહિત્યમાં અલગ નિશાન હોવાથી વિવાદ થયો હતો. ત્યારે સરપંચના ઉમેદવારના નિશાનમાં ભૂલ હોવાના આક્ષેપ ઉઠ્યા હતા. ફાળવણી કરાયેલ નિશાન વોટર પમ્પ હતો, જ્યારે કે બેલેટમાં પેટ્રોલ પમ્પ છપાયો હોવાના આક્ષેપ ઉઠ્યો હતો.
આચાર સંહિતાનો ભંગ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામે ગામ પંચાયતની ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો ભંગ થયેલો જોવા મળ્યો હતો. જેમાં સરપંચ પદના ઉમેદવાર દક્ષાબેન પટેલ દ્વારા પોતાના નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં યથાવત રાખતા આચાર સંહિતાનો ભંગ થયો હતો. નોંધનીય છે કે આ એર બલૂન મતદાન મથકથી 500 મીટરની દૂરી પર હવામાં મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : હૈયુ કંપાવી દેનાર સુરત આગકાંડનો ચુકાદો, બિલ્ડરને મૃતકોના વાલીઓને 35 લાખનું વળતર ચૂકવવા આદેશ
ચૂંટણી ફરજ બજાવતા આચાર્યનું મોત
અરવલ્લીમાં ચૂંટણીમાં ફરજ બજાવી રહેલા એક શિક્ષકનું મોત નિપજ્યુ છે. શામળાજી પાસેના નવા વેણપુરમાં મતદાન મથકમાં ચાલુ ફરજ દરમયાન શિક્ષકનું મોત થયુ હતું. રાત્રિ દરમિયાન મદદનીશ પ્રિસાઈડીંગ અધિકારી દિનેશ પરમારને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેઓ મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા.
ઉમેદવારે વોટિંગ કરતો ફોટો વાયરલ કર્યો
વલસાડના ભદેલી જગાલાલા ગામે ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. વોર્ડ નંબર 5 ના ઉમેદવારે વૉર્ડ નંબર 12 માં મતદાન કર્યા બાદ બેલેટ પેપરનો ફોટો પાડી લોકોને મતદાન કરવા માટે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કર્યો હતો. ઉમેદવારે ફોટો વાયરલ કરતા ગામમાં લોકોએ વિરોધ કર્યો હતો. લોકો ફરિયાદ કરવા બૂથ પર પહોંચ્યા હતા. સાથે જ ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો : ડામરના ટેન્કરમાં છુપાવેલો દારૂ શોધવામાં પોલીસને પણ આંટા આવી ગયા, ગોધરા એલસીબીનું ઓપરેશન
અંગુઠણ ગામે મતદાન બંધ કરાયું
વડોદરાના અંગુઠણ ગામે બેલેટ પેપર બદલાઈ જતા મતદાન બંધ કરાયું હતું. જેથી ચૂંટણીમાં છેલ્લા 1 કલાકથી વધારે આપવા ઉમેદવારોએ માંગ કરી હતી. અહી મોટી સંખ્યામાં મતદારોનો મિજાજ જોવા મળ્યો હતો. મતદાન બંધ રહેતા મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી.
હિન્દુ-મુસ્લિમો એકસાથે વોટ કરવા પહોંચ્યા
બાવળા તાલુકાનું રૂપાલ ગામ આજે સરપંચની ચૂંટણીમાં કોમી એકતાનું પ્રતિક બન્યું છે. ગામમાં હિન્દુ અને મુસ્લિમ મતદારોએ એક સાથે મળીનેમતદાન કર્યું છે. રૂપાલ ગામ મતદાન મથકે મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા હતા. રૂપાલ ગામમાં સામાન્ય બેઠક માટે 2 મુસ્લિમ મહિલા ઉમેદવારો મેદાનમાં છે. આ સરપંચની ચૂંટણી માટે 1100 હિન્દુ અને 2500 મુસ્લિમ મતદારો મતદાન કરશે. 3600 મતદારો આજે રૂપાલમાં મતદાન કરશે.