GUJARAT 18થી વધારે ઉંમરના અડધો અડધ નાગરિકોનું રસીકરણ થયું, નવા માત્ર 27 કેસ જ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસ હવે તબક્કાવાર ઘટી રહ્યા છે. આજે રાજ્યનાં કુલ 27 કેસ નોંધાયા છે. 33 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,485 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યું છે. જો કે રાજ્યમાં અત્યાર સુધીમાં 2,48,56,842 લોકોનું પ્રથમ ડોઝનું અને 77,57,619 લોકોનું બીજા ડોઝનું રસીકરણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 3,26,14,461 ડોઝ રસીનો અપાઇ ચુક્યાં છે. એટલે કે 18 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી 50 ટકા નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ હવે તબક્કાવાર ઘટી રહ્યા છે. આજે રાજ્યનાં કુલ 27 કેસ નોંધાયા છે. 33 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,485 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યું છે. જો કે રાજ્યમાં અત્યાર સુધીમાં 2,48,56,842 લોકોનું પ્રથમ ડોઝનું અને 77,57,619 લોકોનું બીજા ડોઝનું રસીકરણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 3,26,14,461 ડોઝ રસીનો અપાઇ ચુક્યાં છે. એટલે કે 18 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી 50 ટકા નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
Anand ચોકડી પાસેથી પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ, બેની ધરપકડ
જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 170 નું પ્રથમ અને 10101 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 79542 લોકોને રસીનો પ્રથમ અને 72608 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના નાગરિકો પૈકી 233552 નાગરિકોને રસીનો પ્રથમ અને 43072 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 4,39,045 નાગરિકોનું એક જ દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,26,14,461 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા, હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 268 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 દર્દી વેન્ટીલેટર પર છે. 263 લોકો સ્ટેબલ છે. 8,14,485 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10076 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે આજે એક પણ મોત નથી નોંધાયું. સતત ઘટી રહેલા કેસ ગુજરાત માટે રાહતના સમાચાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube