ગુજરાતમાં બનતી પતંગો આખા દેશમાં ઉડે છે! દેશના 650 કરોડના પતંગ બજારની બાગડોર ગુજરાતના હાથમાં
Kite Market In Gujarat : ગુજરાતનું પતંગ બજાર આખા દેશનું સૌથી મોટું પતંગ બજાર છે... અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં એક મહિના પહેલાથી જ પતંગ માર્કેટમાં ધમધમાટ શરૂ થઈ જાય છે
Kite Festival 2025 : આખા દેશમાં ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં સૌથી વધુ માણવાલાયક હોય છે. જે રાજ્યમાં ઉત્તરાયણ માટે ધાબું ભાડે લેવાતું હોય ત્યાં માહોલ કેવો હોય તે સમજી શકાય છે. ઉત્તરાયણના તહેવાર ન માત્ર પતંગ બજાર, પરંતુ તેની સાથે જોડાયેલી તમામ વસ્તુઓનું માર્કેટ ઉંચકાય છે. આખા દેશમાં ગુજરાતનું પતંગ બજાર સૌથી વધુ ધમધમતુ હોય છે. આખા દેશનું 95 ટકા પતંગ બજારની બાગડોર ગુજરાતના હાથમાં છે. એક અંદાજ મુજબ, 650 કરોડની પતંગો ગુજરાતમાંથી બનીને અન્ય રાજ્યોમાં જતી હોય છે.
ઉત્તરાયણ એ દિવાળી બાદ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે. જેમાં મહિના પહેલા તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. પતંગ બજારની વાત કરીએ તો, એક મહિના પહેલા જ પતંગ અને દોરા બનાવવાનું કામકાજ શરૂ થઈ જતુ હોય છે. કારણ કે, આખા દેશમાં ખપતમાં લેવાતી 95 ટકા પતંગો ગુજરાત પૂરી પાડે છે. સમગ્ર ભારતનું 95 ટકા માર્કેટ ગુજરાતમાં છે. તેમાં પણ અમદાવાદ અને સુરતમાં હાથમાં પતંગ વ્યવસાયની કમાન છે. એક મહિના પહેલા ગુજરાતના આ બે મોટા શહેરોમાં ધમધમાટ શરૂ થઈ જાય છે.
શિયાળામાં વરસાદ કેમ આવે છે? વાતાવરણમાં હલચલ કરતી આ અદભૂત ઘટના જાણવા જેવી છે
બહારથી કારીગરો ગુજરાત આવે છે
ગુજરાતમાં જ્યાં પતંગોનો ધમધમાટ છે ત્યાં માંગને પહોંચી વળવા માટે કારીગરો દિવસરાત એક કરતા હોય છે. એટલું જ નહિ, અન્ય રાજ્યોથી કારીગરો ગુજરાતમાં આવે છે. જયપુર, રાયબરેલી, મેરઠ, ગાઝીયાબાદ, ઈન્દોરથી કારીગરો કામ કરવા ગુજરાત આવી પહોંચે છે. અમદાવાદના જમાલપુર, કાળુપુર, દરિયાપુર, રાયખડ, થીકાંટા, નરોલ, વટવા, જમાલપુર, રામોલ, ઓઢવ, ઈસનપુર, ગોમતીપુર, બાપુનગર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં પતંગ બનાવવામાં આવે છે. અહીં વાંસની સળીઓ ઘસવાથી લઈને, પતંગને ચારે બાજુથી બાંધવા, પતંગના કાગળનું પ્રિન્ટીંગ, દોરા બનાવવા જેવા વિવિધ કામ કરવામાં આવે છે. તો સુરતના અનેક વિસ્તારોમાં પતંગ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ગુજરાતનું પતંગ માર્કેટ એટલું મોટું છે કે, અહીંથી અન્ય દેશોમાં પણ પતંગ એક્સપોર્ટ થાય છે. વાત કરીએ તો, કેનેડા, અમેરિકા, મધ્ય એશિયાઈ દેશો, જ્યાં ભારતીયો વસે છે ત્યાં ગુજરાતમાંથી પતંગોનું એક્સપોર્ટ થાય છે.
ગુજરાતમાં પતંગ બજારનો ધમધમાટ ગુજરાતીઓના ઉત્તરાયણના તહેવારનો પ્રેમ પણ દર્શાવે છે. અહી એક મહિના પહેલા જ લોકો રસ્તાઓ પર પતંગો ચગાવતા જોવા મળી જાય છે.
ગુજરાતના વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે, જાન્યુઆરીમાં છે અંબાલાલની આગાહી