ગુજરાતમાં સરેરાશ 44 ટકા મતદાન, તમામ પક્ષોના પ્રયાસો છતા મતદાનમાં નિરસતા
રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા. તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે કોરોનાને કારણે મતદાન પ્રમાણમાં ધીમું રહ્યું. આ ઉપરાંત યુવાનોમાં પ્રમાણમાં ખુબ જ નિરસતા રહી હતી. તેઓ મતદાન કરવા માટે જ આવ્યા ન હોય તેવો માહોલ હતો.
અમદાવાદ : રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા. તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે કોરોનાને કારણે મતદાન પ્રમાણમાં ધીમું રહ્યું. આ ઉપરાંત યુવાનોમાં પ્રમાણમાં ખુબ જ નિરસતા રહી હતી. તેઓ મતદાન કરવા માટે જ આવ્યા ન હોય તેવો માહોલ હતો.
કોંગ્રેસે મેદાન છોડી દીધું છે ને મારી સામે ફોર્મ પણ ભરી શકી નથી: દિનેશ અનાવાડીયા
તમામ પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતા પણ મતદાન થયું નહોતું. સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 44 ટકા મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યે બુથ પર આવી ગયેલા લોકોને મોડે સુધી મતદાન કરવા દેવામાં આવ્યું હતું. જો કે તેમ છતા પણ મતદાન ખુબ જ નિરસ રહ્યું હતું. સૌથી વધારે જામનગર 51.37 અને સૌથી ઓછું અમદાવાદમાં 38.73 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં 43.66, રાજકોટમાં 47.27, વડોદરામાં 43.53 અને સુરતમાં 43.82 ટકા મતદાન થયું હતું.