રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં રોલ મોડલ બન્યું ગુજરાત, આ ક્ષેત્રમાં થયું 8.4 લાખ કરોડથી વધુનું રોકાણ
રિઇન્વેસ્ટ 2024માં આયોજિત સીએમ પ્લેનરી સત્રમાં ગુજરાત સહિત 9 રાજ્યોએ વર્ષ 2030 સુધી ઊર્જા ઉત્પાદન લક્ષ્યાંકના શપથપત્ર રજૂ કર્યા હતાં. ગાંધીનગરમાં આયોજીત કાર્યક્રમમાં પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે વિવિધ ઉપલબ્ધિઓ માટે રાજ્યો, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને એવોર્ડ એનાયત કરાયા હતા.
ગાંધીનગર: ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે શુભારંભ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ ચાલનારી આ સમિટના પ્રથમ દિવસે સીએમ પ્લેનરી સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત 9 રાજ્યોના માનનીય મુખ્યમંત્રી અને મંત્રી સામેલ થયા હતા. આ સત્ર દરમિયાન વર્ષ 2030 સુધી ભારતમાં 500 ગીગાવોટ પુન:પ્રાપ્ય ઊર્જાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રાજ્યોએ તેમના ક્ષેત્રમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટેના લક્ષ્યાંક સાથેના શપથપત્ર રજૂ કર્યા હતા. ભારતની આ યાત્રાને આગળ લઇ જવા માટે અને પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યો, પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓના યોગદાનને બિરદાવવા માટે કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે વિવિધ શ્રેણીમાં એચિવર્સ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રનો ઉદ્દેશ એક સ્વસ્થ સ્પર્ધાનું વાતાવરણ નિર્માણ કરીને રોકાણને આકર્ષિત કરવાનો તેમજ રાજ્યની નીતિઓ, ટેક્નોલોજી ભાગીદારી અને માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપીને ટકાઉ ઊર્જા ભવિષ્ય નિર્માણના માર્ગને સ્થાપિત કરવાનો રહ્યો હતો.
“ગુજરાતમાં 8.4 લાખ કરોડથી વધુનું રોકાણ રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં, 50 ગીગાવોટનો હાઇડ્રોજન પાવર પ્રોજેક્ટ પાઇપલાઇનમાં”
આ સત્રમાં ગુજરાત તરફથી રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું ગુજરાતમાં સ્વાગત કરીને રિન્યૂએબલ ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મંત્રીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે, “જ્યારે માનનીય નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે લોકોની એક જ માંગણી રહેતી કે અમને માત્ર સાંજે ડિનરના સમયે વિજળી આપો. અને તેમણે ગુજરાતના ગામડાઓ સુધી 24 કલાક વિજળી પહોંચાડી દીધી છે. ગુજરાતે મેઇન્ટેનન્સની પણ એક મજબૂત સિસ્ટમ બનાવી છે. બિપરજોય વખતે માત્ર 72 કલાકમાં વીજ પુરવઠો યથાવત કરી દેવાયો હતો. તાજેતરમાં જ્યારે ગુજરાતે દસમી વાયબ્રન્ટ સમિટ કરી હતી તેમાં રાજ્યો અને 8,47,000 કરોડનું રોકાણ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતને મળ્યું છે અને 500 એમઓયુ થયા છે. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણ માટે ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટીનશન છે. ગુજરાત પાસે તમામ રિસોર્સ છે જેમાં 1600 કિમી કોસ્ટલાઇન અને ઉપલબ્ધ જમીન પણ છે. ગુજરાતમાં અત્યારે 50 ગીગાવોટના ગ્રીન હાઇડ્રોજન પાવરનો પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. માનનીય વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ, ગુજરાતે આજે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રાજ્ય પાસે રિન્યૂએબલ પોલિસી 2023 છે જે રોકાણકારો અને પ્રમોટર્સ માટે ઘણા ફાયદા લાવી છે. આપ સૌનું ગુજરાતમાં રોકાણ માટે અમે સ્વાગત કરીએ છીએ.”
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 4થી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ (RE-INVEST) 2024 સમિટ અને એક્સ્પો ખાતે મુખ્યમંત્રીઓના પ્લેનરી સત્રને સંબોધતા જણાવ્યું હતું કે, “ગ્રીન એનર્જી એ ભવિષ્ય છે, અને તે ભારત માટે ગેમ ચેન્જર બનશે.” મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે, “વિવિધ રાજ્યો વિવિધ ઊર્જા સ્ત્રોતોમાં શ્રેષ્ઠ છે. કેટલાક રાજ્યો પવન ઊર્જામાં, કેટલાક સૌર ઊર્જામાં અને અન્ય હાઇડ્રોપાવરમાં આગળ છે. આ વૈવિધ્યસભર ક્ષમતાઓનો લાભ ઉઠાવીને ભારત તેના નવીનીકરણ ઊર્જા લક્ષ્યાંકોને નિર્ધારિત સમય પહેલા હાંસલ કરવા માટે તૈયાર છે. આંધ્રપ્રદેશ ગ્રીન હાઇડ્રોજન માટે અગ્રણી ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માગે છે. આ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને કુશળ કાર્યબળનો ઉપયોગ કરીને અમે ગ્રીન એનર્જી વ્યૂહરચનાને આગળ વધારી રહ્યા છીએ. વાણિજ્યિક, ઘરેલું, કૃષિ, ઔદ્યોગિક અને પરિવહન જેવા તમામ ક્ષેત્રોમાં ગ્રીન હાઇડ્રોજનને એકીકૃત કરવાનું અમારું વિઝન છે. શપથપત્રમાં, આંધ્રપ્રદેશે સૌર ઊર્જામાં 40 GWp, પવન ઊર્જામાં 20 GW, પમ્પ્ડ ઊર્જામાં 12 GW, બેટરી સ્ટોરેજમાં 25 GWh, ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝમાં 1.5 MMTPA, ઇથેનોલમાં 1500 KLPD, અને બાયોફ્યુઅલ માટે બાયો- CNG/CBGમાં 1,000 TPDના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે.”
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે જણાવ્યું હતું કે, “આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશ હરિત યોગદાન આપશે. રાજ્યની 15 ટકા વીજળીનો પુરવઠો ગ્રીન એનર્જી મારફતે પૂરો પાડવામાં આવી રહ્યો છે, જેને અમે 45 ટકાથી વધુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. છત્તીસગઢમાં કોલસો પ્રચુર માત્રામાં છે. રાજ્ય સરકાર તેમજ ખાનગી ક્ષેત્રના કોલસા આધારિત 21000 ઊર્જાના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યો છે. આપણે 2030 સુધીમાં નવીનીકરણ ઊર્જાના દ્વારા 500 ગીગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, જે સમય પહેલાં જ હાંસલ થઈ જશે તેવી મને આશા છે. આ પાવન કાર્યમાં છત્તીસગઢ પણ મહત્વનું મેગાવોટથી વધુ ક્ષમતાનો થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત છે, જેનાથી દેશના ઘણા રાજ્યોને વીજળી પ્રાપ્ત થઈ રહી છે. અમે ગ્રીન એનર્જીના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. મને કહેતા ગૌરવ થાય છે કે, છત્તીસગઢે ભારતની સૌથી મોટી 120 મેગાવોટ પાવર ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની સિદ્ધિ હાંસલ કરી છે. આ લક્ષ્ય આવનારા સમયમાં 400 મેગાવોટ ક્ષમતાનું છે.”
તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી મલ્લૂ ભટ્ટી વિક્રમાર્કએ નવીનીકરણ ઊર્જા ક્ષેત્રે તેલંગાણાના યોગદાન અંગે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જાના લક્ષ્યાંકો દેશના ભવિષ્ય માટે નિર્ણાયક છે. હરિત અને ટકાઉ ઊર્જાને પ્રાધાન્ય આપતાં તેલંગાણા આ લક્ષ્યાંકો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. રાજ્ય AI સિટી, ફ્યુચર સિટી જેવા પ્રોજેક્ટ્સ અને પ્રાદેશિક રિંગ રોડ અને મુસી રિવરફ્રન્ટ જેવા નોંધપાત્ર માળખાકીય વિકાસ સાથે ઊર્જા-કાર્યક્ષમ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. તેલંગાણા તેના સૌર અને પવન સંસાધનોનો ઉપયોગ કરીને 2035 સુધીમાં 40,000 મેગાવોટ નવીનીકરણ ઊર્જા ઉમેરવાની યોજના ધરાવે છે. TS-iPass જેવી વ્યવસાયલક્ષી નીતિઓ, વિપુલ સંસાધનો અને કુશળ કાર્યબળ સાથે, તેલંગાણાને નવીનીકરણ ઊર્જા ઇનોવેશન માટે અગ્રણી હબ બનાવે છે. ખેડૂતોના પંપ સેટ માટે સોલાર પેનલ પ્રદાન કરવા જેવી પહેલ રાજ્યમાં ટકાઉ વિકાસને વધુ પ્રોત્સાહન આપી રહી છે.”
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે, “નવીનીકરણ ઊર્જારૂપી શરીરમાં મધ્યપ્રદેશનું યોગદાન પણ મધ્યમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2030 સુધીમાં નવીનીકરણ ઊર્જા દ્વારા 500 ગીગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, એ દિશામાં મધ્યપ્રદેશ ઝડપથી આગળ વધી રહ્યું છે. 2012 પહેલાં રાજ્યની નવીનીકરણ ઊર્જાની ક્ષમતા 500 મેગાવોટથી પણ ઓછી હતી, જે વિવિધ નીતિઓ અને પ્રોત્સાહનને કારણે 12 વર્ષમાં 7000 મેગાવોટ સુધી પહોંચી છે. નોંધનીય છે કે, દિલ્હીની મેટ્રોને પણ અમારા રાજ્યમાંથી સૌર ઊર્જા પ્રાપ્ત થઈ રહી છે. આ બાબત પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં આજે કેસ સ્ટડીનો વિષય બન્યો છે.”
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નવીનીકરણ ઊર્જા ક્ષેત્રમાં ભારતને અગ્રણી બનાવવાના હેતુથી આયોજિત RE-ઇન્વેસ્ટ કાર્યક્રમની સફળતાને બિરદાવતાં જણાવ્યું હતું કે, “આજે આપણે ઊર્જા ઉત્પાદનના એક નવા યુગ તરફ આગળ વધી રહ્યા છીએ. રાજસ્થાન આજે નવીનીકરણ ઊર્જા ક્ષેત્રમાં પ્રથમ સ્થાન પર છે અને તે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ આર્થિક લાભ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે. અમે પરંપરાગત ઊર્જા પરની નિર્ભરતા ઘટાડીને ઊર્જાની જરૂરિયાત તો પૂરી કરીએ જ છીએ, સાથે રાજ્યની આવક પણ વધારી રહ્યા છીએ. આ ઉપરાંત, યુવાનોને રોજગારીની તકો પણ પ્રદાન કરી રહ્યા છીએ. રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં જમીન, સૂર્યપ્રકાશ ઉપલબ્ધ છે અને રાજ્ય સરકારની રોકાણ અનુકૂળ નીતિઓ હોવાને કારણે તે રોકાણકારો માટે પસંદગીનું સ્થાન બની ગયું છે. કેન્દ્ર સરકારે રાજ્યને 5292 મેગાવોટ ક્ષમતાના 3 અલ્ટ્રા મેગા પુનપ્રાપ્ય ઊર્જા પાર્ક સોંપ્યા છે. અમે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વીજળી ઉત્પાદન વધારીને ઊર્જા ક્ષેત્રે રાજ્યને આત્મનિર્ભર બનાવવા માટે સંકલ્પિત છીએ.”
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ 2070 સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ (RE-INVEST) 2024 સમિટ અને એક્સ્પો ખાતે જણાવ્યું હતું કે, “2050 સુધીમાં તમામ ક્ષેત્રોનું ડિકાર્બોનાઇઝેશન કરવાના લક્ષ્ય સાથે ગોવા સરકારે સ્વચ્છ ઊર્જા માટેનો રોડમેપ રજૂ કર્યો છે. 7.2 લાખના કન્ઝ્યુમર બેઝ સાથે ગોવા હાલમાં લગભગ 850 મેગાવોટની પીક પાવર માંગનો સામનો કરી રહ્યું છે. ગોવા સરકારે તેના પુનઃપ્રાપ્ય ઊર્જા લક્ષ્યાંકોના અનુસંધાનમાં ઘણી યોજનાઓ અને પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ પ્રયાસોનો હેતુ ગ્રાહકોને લાભ આપવા તેમજ તેમને સ્વચ્છ ઊર્જા અપનાવવા માટે પ્રોત્સાહન આપવાનો છે, જેથી ટકાઉ ઊર્જાના ઉકેલોમાં રાજ્યના યોગદાનમાં વધારો થાય.”
28220 મેગોવોટ ક્ષમતા સાથે ગુજરાતને ‘હાઇએસ્ટ એચીવર’ એવોર્ડ
રાજ્યો, ઉત્તરપૂર્વી રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ તેમજ નાણાકીય સંસ્થાઓને કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે વિવિધ શ્રેણીમાં એચિવર્સ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ એવોર્ડ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા, સોલાર પાવર ક્ષમતા, વિન્ડ પાવર ક્ષમતા, હાઇડ્રો પાવર ક્ષમતા, રિન્યૂએબલ એનર્જી પાર્ક્સ અને સોલાર પીવી મેન્યુફેક્ચર્સ ઉપલબ્ધિ બદલ આપવામાં આવ્યા હતા. નાણાકીય સંસ્થાઓને પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં આપવામાં આવેલી લોન બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
ગુજરાત
* હાઇએસ્ટ એચીવર સ્ટેટ ઇન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી વિથ કેપેસિટી - 28220 મેગાવોટ
* હાઇએસ્ટ એચીવર સ્ટેટ ઇન ઓવરઓલ વિન્ડ પાવર - 11822 મેગાવોટ
* સેકન્ડ હાઇએસ્ટ એચીવર સ્ટેટ ઇન ઓવરઓલ સોલાર પાવર કેપેસિટી- 14202 મેગાવોટ
રાજસ્થાન
* હાઇએસ્ટ એચીવર સ્ટેટ ઇન ઓવરઓલ સોલાર પાવર - 22031 મેગાવોટ
* સેકન્ડ હાઇએસ્ટ એચીવર સ્ટેટ ઇન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી - 27803 મેગાવોટ
તમિલનાડુ
* સેકન્ડ હાઇએસ્ટ એચીવર ઇન ઓવરઓલ વિન્ડ પાવર - 10739 મેગાવોટ
* થર્ડ હાઇએસ્ટ એચીવર ઇન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી -22495 મેગાવોટ
હિમાચલ પ્રદેશ
હાઇએસ્ટ એચીવર ઇન ઓવરઓલ હાઇડ્રો પાવર - 11092 મેગાવોટ
કર્ણાટક
* સેકન્ડ હાઇએસ્ટ ઇન ઓવરઓલ હાઇડ્રો પાવર - 4580 મેગાવોટ
* સેકન્ડ હાઇએસ્ટ ઇન રિન્યૂએબલ એનર્જી પાર્ક , પાવાગડા સોલાર પાર્ક. ક્ષમતા- 250 મેગાવોટ.
* થર્ડ હાઇએસ્ટ એચિવર ઇન ઓવરઓલ સોલાર પાવર - 8825 મેગાવોટ
* થર્ડ હાઇએસ્ટ એચિવર ઇન ઓવરવોલ વિન્ડ પાવર - 6556 મેગાવોટ
સિક્કિમ
* હાઇએસ્ટ એચીવર ઇન નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ -2339 મેગાવોટ
* હાઇએસ્ટ એચીવર ઇન નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ ઓવરઓલ હાઇડ્રોપાવર -2336 મેગાવોટ
અરૂણાચલ પ્રદેશ
* સેકન્ડ હાઇએસ્ટ એચીવર ઇન નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ ઇન ઓવરઓલ રિન્યૂએબલ એન્રજી -1240 મેગાવોટ
* સેકન્ડ હાઇએસ્ટ એચીવર ઇન નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ ઇન ઓવરઓલ હાઇડ્રોપાવર
આસામ
* હાઇએસ્ટ એચીવર ઇન નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ ઇન ઓવરઓલ સોલાર પાવર - 287 મેગાવોટ
* થર્ડ હાઇએસ્ટ એચીવર ઇન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી - 673 મેગાવોટ
* થર્ડ હાઇએસ્ટ એચીવર ઇન ઓવરઓલ હાઇડ્રો -384 મેગાવોટ
મિઝોરમ
સેકન્ડ હાઇએસ્ટ એચિવર ઇન નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ ઇન ઓવરઓલ સોલાર -30 મેગાવોટ
ત્રિપુરા
થર્ડ હાઇએસ્ટ એચીવર ઇન નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ ઇન ઓવરઓલ સોલાર- 23 મેગાવોટ
જમ્મુ કાશ્મીર
* હાઇએસ્ટ એચીવર ઇન યુનિયન ટેરીટરી ઇન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી -3725 મેગાવોટ
* હાઇએસ્ટ એચીવર ઇન યુનિયન ટેરીટરી ઇન ઓવરઓલ હાઇડ્રો પાવર -3643 મેગાવોટ
* થર્ડ હાઇએસ્ટ ઇન ઓવરઓલ સોલાર પાવર - 81 મેગાવોટ
તે સિવાય દાદરા નગર હવેલી અને દમણ દીવ, ઉત્તરાખંડ તેમજ અંદમાન અને નિકોબાર આઇલેન્ડને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ
રિન્યુ પ્રાઇવેટ લિમિટેડ
* હાઇએસ્ટ એચીવર અમોંગ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર ઇન ઓવરઓલ વિન્ડ પાવર કેપેસિટી કમિશન્ડ વિથ કેપેસિટી ઓફ 4741 મેગાવોટ
* સેકન્ડ હાઇએસ્ટ એચીવર અમોંગ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર ઇન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી કેપેસિટી કમિશન્ડ વિથ 10260 મેગાવોટ
* થર્ડ હાઇએસ્ટ એચીવર અમોંગ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર ઇન ઓવરઓલ સોલાર પાવર કેપેસિટી કમિશન્ડ વિથ કેપેસિટી ઓફ 5429 મેગાવોટ
* થર્ડ લાર્જેસ્ટ સોલાર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરર વિથ કેપેસીટી ઓફ 3698 મેગાવોટ
ટાટા પાવર કંપની લિમિટેડ
સેકન્ડ હાઇએસ્ટ એચીવર અમોંગ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર ઇન ઓવરઓલ સોલાર પાવર કેપેસિટી કમિશન્ડ વિથ કેપેસિટી ઓફ 6068 મેગાવોટ
ગ્રીનકો ગ્રુપ
* સેકન્ડ હાઇએસ્ટ એચીવર અમોંગ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર ઇન ઓવરઓલ વિન્ડ પાવર કેપેસિટી કમિશન્ડ વિથ 3187 મેગાવોટ
* થર્ડ હાઇએસ્ટ એચીવર અમોંગ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર ઇન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી કેપેસીટી કમિશન્ડ વિથ 7301 મેગાવોટ
વારી એનર્જીસ લિમિટેડ
-લાર્જેસ્ટ સોલાર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરર વિથ કેપેસિટી ઓફ 10775 મેગાવોટ
મુન્દ્રા સોલાર ટેક્નોલોજીસ લિમિટેડ
વેસ્ટાસ વિન ટેક્નોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
-લાર્જેસ્ટ વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર વિથ કેપેસિટી 5000 મેગાવોટ
સુઝલોન એનર્જી લિમિટેડ
-સેકન્ડ લાર્જેસ્ટ વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર વિથ કેપેસિટી 3150 મેગાવોટ
એનવિઝન વિન્ડપાવર ટેક્નોલોજીસ ઇન્ડિયા પ્રા. લિ., આઇનોક્સ વિન્ડ લિ. અને સિમેન્સ ગમેઝા રિન્યૂએબલ પાવર પ્રા.લિ.ને સંયુક્ત રીતે થર્ડ લાર્જેસ્ટ વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ત્રણેય કંપનીની ક્ષમતા 3000 મેગાવોટ છે.
રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રે સૌથી વધુ લોન
આ ક્ષેત્રમાં અત્યાર સુધી કુલ રૂ. 1,28,846 કરોડની લોન આપવામાં આવી છે. તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (પબ્લિક સેક્ટર બેન્કોમાં રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રે સૌથી વધુ લોન આપનાર બેન્ક, કુલ રૂ. 1 લાખ 5 હજાર કરોડ )
યુનિયન બેન્ક (સેકન્ડ હાઇએસ્ટ એચિવર, કુલ લોન રૂ. 26,664 કરોડ)
પંજાબ નેશનલ બેન્ક (થર્ડ હાઇએસ્ટ એચિવર , કુલ લોન રૂ. 16976 કરોડ )
આ સત્રમાં રાજ્યો અને રિન્યૂએબલ એનર્જી ડેવલપર્સે તેમના શપથપત્રો રજૂ કરીને પુન:પ્રાપ્ય ક્ષેત્રમાં તેમના લક્ષ્યાંકો જણાવ્યા હતા. વર્ષ 2030 સુધીમાં ગુજરાતે 128.60 ગીગાવોટનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. તે સિવાય આંધ્રપ્રદેશ (72.60 ગીગાવોટ), ઉત્તરપ્રદેશ (47.63 ગીગાવોટ), હિમાચલ પ્રદેશ (9.08 ગીગાવોટ) અને મધ્યપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, ઓડિસા અને બિહારે શપથપત્રો રજૂ કર્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વર્ષ 2030 સુધી 1000 મેગાવોટ વધારાની રિન્યૂએબલ ઊર્જા ક્ષમતા વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એનટીપીસીએ 41,300 મેગાવોટ અને રિન્યુ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 40 હજાર મેગાવોટનું લક્ષ્યાંક તેમજ ઇનગોટ વેફર અને સેલ એન્ડ મોડ્યુલ મેન્યુફેક્ચરિંગમાં પ્રતિ વર્ષ 6000 મેગાવોટ ઉત્પાદનની પ્રતિબદ્ધતા રજૂ કરવામાં આવી હતી. અદાણી ગ્રીન એનર્જિ લિમિટેડ દ્વારા 38800 મ ગાવોટડ અને હીરો ફ્યુચર એનર્જિસ દ્વારા 28250 મેગાવોટનું શપથપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.