બ્રિજેશ દોષી/અમદાવાદઃ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા 'લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ- LEADS 2019'માં ગુજરાતે માલસામાનની સરળતાથી પરિવહનની કાર્યદક્ષતામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલ્વે મંત્રી પિયુષ ગોયલના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની સિદ્ધિ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે. નવી દિલ્હીમાં મળેલી બોર્ડ ઓફ ટ્રેડની બેઠકમાં કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય રાજ્ય મંત્રીઓ હરદીપસિંઘ સૂરી અને સોમ પ્રકાશ તથા નીતિ આયોગના સી.ઇ.ઓ અમિતાભ કાંતની હાજરીમાં આ એવોર્ડ ગુજરાતને અપાયો હતો. આ પ્રસંગે કોમર્સ સેક્રેટરી અનુપ વાધવાન, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ સેક્રેટરી ગુરૂપ્રસાદ મહાપાત્રા તેમજ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ શ્રી આલોક વર્ધન ચતુર્વેદી અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.


મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જીપીસીબીએ ફટકાર્યો અધધ રૂ.૪૦૦ કરોડનો દંડ


ભારત સરકાર દ્વારા સુગ્રથિત લોજિસ્ટીક ઇકોસિસ્ટમને પ્રેરણા આપવાના હેતુથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોજીસ્ટીકસ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો અને ઓન લાઇન સર્વે હાથ ધરીને LEADS સૂચકાંક તૈયાર કરાય છે. 


LEADS સૂચકાંકના માપદંડ 
આ સૂચકાંકના માપદંડમાં રાજ્યમાં માળખાકિય સુવિધાઓ જેવી કે, રોડ – રેલ નેટવર્ક, પોર્ટસ એન્ડ એરપોર્ટસ, વેર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ તેમજ સર્વિસ પ્રોવાઇડર દ્વારા અપાતી સેવાઓમાં નિર્ધારિત સમયમર્યાદામાં ડીલીવરી, એક સ્થળેથી બીજા સ્થળે માલ-સામાન પહોચાડવાની સરળતા, માલ-સામાનની ટ્રેસેબિલીટી, સિકયુરિટી અને ઓપરેટીંગ એન્ડ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ અંતર્ગત કાયદો વ્યવસ્થા, લેબર લોઝ, મંજૂરીઓમાં પારદર્શીતા જેવા મહત્વનાં ધોરણોને ધ્યાનમાં લેવામાં આવે છે.  


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....