ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ મોરબી બ્રિજ તૂટી પડવાના કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. જસ્ટિસ સમીર દવેએ ઓરેવા ગ્રૂપના પ્રબંધકની રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા. પ્રબંધક ગયા વર્ષે મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં કથિત ભૂમિકા બદલ જેલમાં છે જેમાં 135 લોકોના મોત થયા હતા. જ્યારે પ્રબંધક દિનેશ દવેની જામીન અરજી જસ્ટિસ સમીર દવે સમક્ષ સુનાવણી માટે આવી  "નૉટ બિફોર મી" કહીને પોતાને આ કેસથી અલગ કરી લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયસુખ પટેલ જેલમાં છે
દિનેશ દવે એ દસ આરોપીઓમાંના એક છે જેમને ગયા વર્ષે ઓક્ટોબરમાં ગુજરાતના મોરબી શહેરમાં બ્રિટિશ સમયનો પુલ ધરાશાયી થયા બાદ પોલીસે ધરપકડ કરી હતી. ઓરેવા ગ્રૂપ દ્વારા સંચાલિત પુલ, સમારકામ બાદ તેને ફરીથી ખોલવામાં આવ્યાના થોડા દિવસો બાદ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 135 લોકોના મોત થયા હતા અને 56 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાઈકોર્ટે આ કેસમાં કેટલાક આરોપીઓને જામીન આપ્યા છે, જોકે ઓરેવા ગ્રુપના વડા જયસુખ પટેલ હજુ જેલમાં છે. ઓરેવા ગ્રુપના હેડ જયસુખ પટેલે પણ તેમના જામીન માટે અરજી કરી છે.


શક્તિસિંહે ચાર્જ સંભાળતાની સાથે જ હાઈકમાન્ડનો મોટો નિર્ણય, BJP ને નહીં આપે 'વોકઓવર'


પેન્શન મુદ્દે મોટો ચુકાદો, આવા મામલામાં સરકાર શોકોઝ નોટિસ વગર બંધ કરી શકે છે પેન્શન 


અંબાલાલ પટેલની આગાહી: આ 3 તારીખે રહેજો સાવધાન...ગુજરાતના અનેક જિલ્લાઓ થશે જળબંબાકાર


કોણ છે જસ્ટિસ સમીર દવે?
18 ઓક્ટોબર, 2021ના રોજ હાઈકોર્ટના જસ્ટિસ બનેલા સમીર દવે ગુજરાતના પાટણ જિલ્લાના મુલરુના વતની છે. તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે જોડાયેલા હતા અને લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતા હતા. આ પછી તેઓ જજ બન્યા છે. જસ્ટિસ દવેએ ગયા વર્ષે નવેમ્બરમાં તિસ્તા સેતલવાડની જામીન અરજીની સુનાવણીમાંથી પણ પોતાને અલગ કર્યા હતા. જસ્ટિસ દવેએ તાજેતરમાં સગીર બળાત્કાર પીડિતાના ગર્ભપાત કેસમાં મનુસ્મૃતિ પર ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેઓ સમાચારમાં હતા. બાદમાં, તબીબી અહેવાલના આધારે, દવેએ ગર્ભપાતની પીડિતાની વિનંતીને નકારી કાઢી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube