GUJARAT: દક્ષિણ અને ઉત્તર ગુજરાત માથે આગામી પાંચ દિવસ ઘાત, મધ્ય ગુજરાતમાં પણ થશે આફતનો વરસાદ !

આગામી પાંચ દિવસમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અત્રે નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાત પહેલાથી જ ભારે વરસાદનાં કારણે બેહાલ છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા હજી પણ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગર : આગામી પાંચ દિવસમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અત્રે નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાત પહેલાથી જ ભારે વરસાદનાં કારણે બેહાલ છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા હજી પણ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
રસીકરણમાં અબ કી બાર 3 કરોડ કે પાર: રાજ્યમાં માત્ર 29 કેસ, એક પણ વ્યક્તિનું મોત નહી
હવામાન વિભાગના અનુસાર 23 જુલાઈના રોજ લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાના કારણે વરસાદ અને વાતાવરણમાં તેની અસર વર્તાશે. દક્ષિણ ગુજરાતમાં અમે તેમાં પણ વલસાડ નવસારી બારડોલી આસપાસના શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ આણંદ ખંભાત બરોડામાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 25 અને 26 તારીખે મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સામાન્ય લાંચમાં પકડાયેલા કર્મચારીના ઘરે ACBએ તપાસ કરતા રોકડ જોઇને આંખે અંધારા આવી ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતનાં નવસારી, સુરત અને ઉંમરગાંવ, ડાંગ જિલ્લાઓ પહેલાથી જ ભારે વરસાદનાં કારણે પરેશાન છે. અહીં અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે. અનેક રસ્તાઓ બંધ છે. તેવામાં હવે મેઘરાજા ખમૈયા કરે તેવું નાગરિકો ઇચ્છી રહ્યા છે. જો કે તેમના માટે હજી પણ કોઇ રાહતના સમાચાર નથી. આગામી પાંચ દિવસ હજી પણ તેમના માટે ભારે રહેવાનાં છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube