ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી ઉભી થઈ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 218 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક મુશ્કેલી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર વિસ્તારમાં સૌથી વધુ વિસ્તાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈંચ વરસાદ પડ્યો છે. તો ક્વાંટમાં 17.3 ઇંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં 18 ઈંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં જ 14 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં સરેરાશ 12 ઈંચ જેટલો વરસાદ થયો છે. 


અમદાવાદમાં સ્થિતિ ખરાબ
ગત રાત્રે સમગ્ર અમદાવાદમાં મૂશળધાર મેઘો મંડાયો હતો. અમદાવાદ શહેરમાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. અમદાવાદના રસ્તાઓ પર હજુ પાણી ભરેલા છે. અમદાવાદમાં રાત્રે 8 કલાક આસપાસ વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 


આ પણ વાંચોઃ અમદાવાદમાં આખી ગાડી ડુબી જાય તેટલું પાણી ભરાયું, તમામ શાળા-કોલેજો બંધ


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો ડાંગ, નવસારી જિલ્લામાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પણ છ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ખેડાના નડિયાદમાં 5.5 ઈંચ વરસાદ થયો હતો. પંચમહાલના ગોધરામાં પાંચ ઈંચથી વધુ વરસાદ થયો હતો. 


રાજ્યના 218 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ થયો છે.  રાજ્યમાં સામાન્યથી લઈને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છોડાઉદેપુર, પંચમહાલ, છોડાઉદેપુર, ડાંગ, અમદાવાદ, નવસારી, વલસાડ, ખેડા, જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube