ગાંધીનગર: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. છત્તીસગઢ અને અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે આ વરસાદ થશે તેમ હવામાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં સરકારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુલાઇથી ઓગષ્ટ દરમિયાન સામાન્ય રીતે સારો વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં ઝડપી પવનો ફુંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં માછીમારી ન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, રબારીકામાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ


રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની કુલ-૧૫ ટીમને એલર્ટ કરાઇ છે. જે પૈકી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, અમરેલી ખાતે ૧-૧ જ્યારે ગાંધીનગર ખાતે ૦૩ અને વડોદરામાં ૦૬ ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ-૧૩ માનવમૃત્યુ નોંધાયા છે જેમાં ૧૧ ને સહાય ચૂકવવામાં આવી છે. આગામી દિવસોમાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર તંત્ર સજ્જ છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, ગુજરાતથી જતી અનેક ટ્રેનો રદ્દ


આ બેઠકમાં માર્ગ-મકાન, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વીજ કંપનીઓ, વાહનવ્યવહાર, કૃષિ, સિંચાઇ, આરોગ્ય ઉપરાંત હવાઇદળ, એનડીઆરએફ અને પોલીસદળ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિભાગની સજ્જતા વિષે માહિતી આપી હતી.