ગાંધીનગર : તૌકતે વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીના અનુસાર, ગુજરાતનાં દરિયાકાંઠે 17 તારીખે વાવાઝોડુ પહોંચશે. 18મી તારીખે સવારે પોરબંદરથી માંડી ભાવનગરનાં મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે. વાવાઝોડાની ગતિ 150થી 170 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જો કે તૌકતેના સંકટ વચ્ચે આગામી 5 દિવસ સુધી ગુજરાતનાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથીઅતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર બોટાદ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા, આણંદ તથા દક્ષિણમાં પણ પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 


હવામાન વિભાગ અનુસાર દરમિયામાં વાવાઝોડાના પગલે પવનની સ્પીડ 150થી 170 કિલોમીટર પ્રતિકલાકની વચ્ચે રહેવાની શક્યતા છે. જો કે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઇ ચુક્યો છે. અમદાવાદ, અમરેલી, મધ્ય ગુજરાતનાં અનેક વિસ્તારો, સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube