ભાવનગર : સર્કીટ હાઉસ ખાતેથી રાજ્યના કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ હાઇકોર્ટ દ્વારા શિક્ષણ વિભાગ માટેનો મહત્વ પૂર્ણ ચુકાદો કે જેમાં શિક્ષણ વિભાગની અનેક બાબતોને બિરદાવવામાં આવી છે. જે અંગેજાણકારી આપી હતી. જેમાં છોટા ઉદયપુર જિલ્લાના વાગલવાડામાં વિધાર્થીઓને બહાર બેસાડવા અંગેની જે PIL હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે શિક્ષણ વિભાગ અંગેનો મહત્વ ચુકાદો આપ્યો હતો. જેમાં અનેક બાબતોની સરાહના કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાના નારાજ ગણોને અમદાવાદના બદલે આસામ લઇ જવાશે


જેમાં રાજ્યના શિક્ષણની તમામ વ્યવસ્થાઓ તેમજ સ્કૂલોના બિલ્ડીંગ ગુણવત્તા અને શિક્ષણમાં કરેલા સુધારાઓ, અનેક બિલ્ડીંગોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા, ડ્રોપ આઉટ રેશિયોમાં થયેલા ઘટાડા, તેમજ 2020-2021 માં 1.37 લાખ નવા કલાસ રૂમ બન્યા જેની નોંધ હાઇકોર્ટ દ્વારા લેવામાં આવી છે. કોરોનાના કારણે શિક્ષણ વિભાગની બિલ્ડીંગોના કામો જે ધીમા પડ્યા છે અને સમય જતા જયારે આ કામોની કામગીરી કોન્ટ્રાક્ટરોને પોસાય તેમ ન હોય ત્યારે કોન્ટ્રાક્ટરોના રેઈટમાં જે સુધારો કરી ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યા છે, તેની નોંધ લીધી છે. 


EXCLUSIVE: સુરતની હોટલમાં અપક્ષ અને શિવસેનાના કુલ 37 ધારાસભ્યો હાજર


જયારે નામદાર કોર્ટે નોંધ્યું છે કે ગુજરાતની તમામ શાળાઓમાં ફેસિલિટી પૂરેપૂરી છે. ભૂતકાળમાં શાળાઓમાં ગ્રાઉન્ડનો અભાવ હતો. જે 2009 બાદ કોઈપણ શાળાઓ ગ્રાઉન્ડ વગર નથી જોવા મળી તેમજ હાઇકોર્ટેએ પ્રાયમરી એજ્યુકેશનની પણ પ્રશંસા કરી છે. જે જજમેન્ટને શિક્ષણમંત્રીએ વધાવતા કહ્યું કે 32000 સ્કૂલ અને તેમાં 2 લાખ શિક્ષકો છે. રાજ્ય સરકાર એજ્યુકેશન ફિલ્ડને પ્રાધાન્ય આપી રહી છે. જેનું નામદાર હાઇકોર્ટે અવલોકન કર્યું છે. શિક્ષણનું સ્તર વધારે ઊંચું આવે તે માટે રાજ્યની સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. આમ જયારે રાજ્યના સમગ્ર શિક્ષણની સુવિધાઓ, એજ્યુકેશનનું સ્તર અને રાજ્યની શિક્ષણ વિભાગની કામગીરી અને ભવિષ્યમાં પુરતી કામગીરી કરશે તેની પ્રશંસા કરી છે. તે રાજ્યના શિક્ષણ વિભાગ માટે ગૌરવની બાબત છે. ભાવનગર આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ પોતાના કાર્યાલય ખાતે પોતાના મત વિસ્તાર સહિત જિલ્લાભરમાંથી ઉપસ્થિત થયેલા લોકોના વિવિધ પ્રશ્નો પણ સાંભળ્યા હતા, તેમજ જેતે પ્રશ્નો નું યોગ્ય નિરાકરણ લાવવાનું લોકોને આશ્વાશન આપ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube