સોખડા વિવાદ અંગે પ્રબોધ સ્વામી જૂથને ઝટકો, હાઇકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો કર્યો નિકાલ
સોખડા વિવાદ અંગે હાઈકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો આજે નિકાલ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કૉર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.
મૌલિક ધામેચા/અમદાવાદ: સોખડા હરિધામ મંદિરના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે પ્રબોધ સ્વામી જૂથને ઝટકો લાગ્યો છે. હેબીયસ કોર્પસમાં મંજૂર રાખવા કોર્ટે ઇનકાર કરી દીધો છે. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચ દ્વારા સોખડા વિવાદ અંગે ચુકાદો આપી રહી છે.
સોખડા વિવાદ અંગે હાઈકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો આજે નિકાલ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કૉર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. સંતો અને સાધ્વીઓ અને અન્યોના પાસપોર્ટ અને મોબાઈલ ફોન એમને અપાઈ ચૂક્યા છે. સોખડા હરિધામ મંદિરના વિવાદમાં વચગાળાની વ્યવસ્થા પ્રમાણે તેમને અમદાવાદના નિર્ણય નગર અને આણંદના બાકરોલ માં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.
જોકે એમને કાયમી વસવાટ આપવાની કોઈ માંગ અરજીમાં કરવામાં આવી નથી. એવા સમયે જે માંગણી જ નહોતી એવી માંગણી પાછળના તબ્બકે કરીને રાહત માંગવાની કોશિશ સ્વીકારી શકાય નહિ. સંતો અને સાધ્વીઓના વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે હેબિયસ કૉર્પસ પિટિશન એ યોગ્ય ફોરમ નથી. વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે કાયદા પ્રમાણે અલગ અરજીઓ કરી શકાશે. પણ હાલના તબક્કે કાયમી વસવાટની માંગણી સ્વીકારી શકાય નહિ.
સોખડા વિવાદ અંગે હાઈકોર્ટેના ચુકાદામાં પ્રબોધ સ્વામી જૂથને ઝટકો લાગ્યો છે. સંતો અને સાધ્વીઓને નિર્ણય નગર અને બાકરોલમાં કાયમી વસવાટ કરી આપવાની માંગ કરવામાં આવી છે. પરંતુ હાલના તબક્કે હેબીયસ કૉર્પસમાં મંજૂર રાખવા કોર્ટે ઇનકાર કરી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube