આશ્કા જાની/અમદાવાદ :જામનગરમાં બનનારા વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયના મુદ્દેની અરજીનું હાઇકોર્ટે સંજ્ઞાન લીધું છે. દેશ-વિદેશથી લવાનારા પ્રાણીઓના જીવ અને આરોગ્યની ચિંતા વ્યક્ત કરતી જાહેર હિતની અરજીને પ્રાથમિક રીતે કોર્ટે સ્વીકારી છે. સાથે જ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમજ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને નોટિસ પણ ઇશ્યુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં રિલાયન્સ ગ્રુપના સહયોગથી વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવાનું છે. હાલાર ઉત્કર્ષ સમિતિ ટ્રસ્ટ દ્વારા આ અરજી કરાઈ છે. હાઇકોર્ટમાં થયેલી અરજીમાં અન્ય દેશોમાંથી લવાનારા પ્રાણીઓ અને પક્ષીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવાયો છે. તેમજ આ વિદેશી પ્રાણીઓને જરૂરી વાતાવરણ અને પર્યાવરણ મળશે કે કેમ તેને લઈને સવાલો ઉઠાવાયા છે. ત્યારે અરજીને ધ્યાનમાં લઈને આવા પ્રાણીઓની સુરક્ષા અને તેમને જરૂરી વાતાવરણ માટે શું વ્યવસ્થા છે એને લઈને હાઇકોર્ટે સરકારનો જવાબ માંગ્યો છે. ત્યારે આ મામલે 8 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી થશે.


આ પણ વાંચો : કેમિકલ કાંડમાં મૃતકના પરિવારજનોની વ્હારે બોટાદ પોલીસ આવી


અરજીમાં હાઈકોર્ટથી એ નિર્દેશ કરવાની માંગ પણ કરી છે કે, અધિકારીઓને પ્રાણીઓને ખાનગી પક્ષીઘરમાં સ્થળાંતરિત કરવાથી રોકવામાં આવે. ત્યારે અદાલત કહ્યુ કે, રેકોર્ડસના અવલોકન પર અમારો વિચાર છે કે આ સ્તર પર જવાબદેહીઓેને નોટિસ મોકલવામાં આવે છે. 


હાઇકોર્ટે હાલના તબક્કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેમજ ગ્રીન્સ ઝુઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રીહેબીલિટેશન સેન્ટર સોસાયટીને ઇસ્યુ નોટિસ ઈસ્યુ નથી કરી. અરજી અનુસાર, પ્રાણીસંગ્રહાલયને 17 ઓગસ્ટ, 2020 ના રોજ વન્યજીવ અધિનિયમ અંતર્ગત માન્યતા આપવામાં આવી હતી. 


આ પણ વાંચો : કેમિકલ કાંડમાં અજીબ ઘટના, ભાવનગરમાં દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલ છોડી ભાગ્યા


જામનાગરમાં રિલાયન્સના આ પ્રાણીસંગ્રહાલયને મિની પ્રાણીસંગ્રહાલય માટે માન્યતા નિયમ 2009 નિયમ 9 અંતર્ગત માન્યતા આપવામા આવી હતી. જ્યારે કે તે દુનિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયમા આકાર પામી રહ્યાં છે. નિયમ 10 અંતર્ગત કોઈ પણ માપદંડને તે પૂરુ કરતુ નથી. જે સંરક્ષણ સંબંધિત છે. તેમજ અરજીમાં જંગલી પ્રાણીઓના સંરક્ષણ વિશે સવાલો ઉઠાવાયા છે.