અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે POCSO Act (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ)ને લઈને અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તરૂણ અવસ્થામાં કરેલા પ્રેમ અને બાંધેલા શરીર સબંધ બદલ લઘુત્તમ 10 વર્ષની કેદ થશે. કાયદામાં જ 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ ડિસ્ક્રીશન પણ રહેતું નથી. એવામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે નોંધ્યું છે કે નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં થનારા આ 'સ્ટેટયૂટરી ગુના' માટે 10 વર્ષની આકરી કેદ આજની પેઢીએ ના ભોગવવી પડે એ માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની રહેશે.

મેવાણીનો મોદીને ટોણો- 'તેમની છાતી 56 ઇંચની છે, તેમને કોણ મારી શકે' 


જાહેર હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોક્સો એક્ટ બાબતે અને આ ગુનાઓની ગંભીરતા બાબતે અખબાર, પેમફ્લેટ, સાઈન બોર્ડ, રેડિયો અને ટેલિવિઝન પર બહોળી પ્રસિદ્ધિ કરીને જાગૃતિ ફેલાવે. જેથી બાળકો, વાલીઓ અને આમ જનતાને આ કાયદા અને તેની કડક જોગવાઈઓનું ભાન થાય. શાળાઓ અને કોલેજોમાં પણ જાગૃતિ અભિયાન કરવા કોર્ટે આદેશ કર્યો છે. ગુજરાતમાં આ જાગૃતિ અભિયાન માટે રાજ્યના ચીફ સેક્રેટરી, ગૃહ સચિવ, માધ્યમિક શિક્ષણ સચિવ સહિતના તમામ જવાબદાર લોકોને પગલાં લેવા કોર્ટે આદેશ કર્યો છે. 


જાણો, POCSO એક્ટ શું છે
પોક્સો એ અંગ્રેજી ભાષાનો એક શબ્દ છે. આ શબ્દનો અર્થ થાય છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨. આ એક્ટને દેશભરમાં વધી રહેલા રેપની ઘટનાઓમાં આરોપીઓને સજા ફટકારવાના હેતુથી વર્ષ 2012માં બનાવવામાં આવ્યો હતો.


પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સગીર વયના બાળકોને છેડછાડ, બળાત્કાર અને જાતીય સતામણી જેવા મામલાઓમાં સુરક્ષા પ્રદાન કરવાનો છે. વર્ષ 2012માં બનાવવામાં આવેલા POCSO  એક્ટ હેઠળ અલગ – અલગ આરોપો હેઠળ સજા ફટકારવામાં આવતી હોય છે. જેનું સખ્તાઇથી પાલન પણ કરવામાં આવતું હોય છે.