અમદાવાદ : અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તુટવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહી કાઢવા માટેનો આદેશ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં સરકારી હોસ્પિટલોના કર્મચારીઓની રજાઓ રદ્દ, ઉપરાજ્યપાલે પોતાનો નિર્ણય પરત લીધો

અત્રે ઉલ્લેખનીય છે કે, 142 વર્ષથી અમદાવાદમાં રથયાત્રા નિકળે છે. તોફાન હોય કે ગમે તે સ્થિતી હોય રથયાત્રા ક્યારે પણ અટકી નથી. પરંતુ કોરોનાની સ્થિતીનાં કારણે ઇતિહાસમા પહેલીવાર પુરી જગન્નાથ અને અમદાવાદ સહિત દેશની મોટા ભાગની રથયાત્રાઓ રદ્દ થઇ છે. આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપતા ખુબ જ ભાવુક અપીલ પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે ટાંક્યું હતું કે જો તમે રથયાત્રાનું આયોજન કરશો તો તમને ભગવાન પણ કદી માફ નહી કરે. 


Solar Eclipse 2020: આ માટે ખાસ છે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો ક્યારે શરૂ થશે સૂતક કાળ

સરકાર દ્વારા તમામ પ્રાસંગિક તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જો કે હાઇકોર્ટમાં થયેલી પીઆઇએલની સુનાવણીનાં ચુકાદાની રાહ જોવાઇ રહી હતી. જો કે હાઇકોર્ટ દ્વારા આજે મોડી સાંજ સુધી સુનાવણી કરીને અમદાવાદની રથયાત્રા પણ રદ્દ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે પહેલીવાર 143 વર્ષની પરંપરા તુટશે અને રથયાત્રા નહી યોજાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube