ગુજરાત હાઇકોર્ટના મહત્વના નિર્ણયથી લાખો પેન્શનર્સ થશે ફાયદો, 500 કરોડ ચૂકવાશે
રાજ્યના લાખો પેનશનર્સને રાહતના સમાચાર આપતો આજે ગુજરાત હાઇકોર્ટે નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે સ્કેલ ટુ સ્કેલ પગાર પચ મુજબ મળવા પત્ર પેન્શનો લાભ તમામ પેંશનર્સને આપવામાં આવે તેવું હાઇકોર્ટે જણાવ્યું છે. વર્ષ 2006માં સ્કેલ તું સ્કેલ મુજબ પૂરું પેંશન નહિ મળતા પેંશનર્સે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આશ્કા જાની/અમદાવાદ: રાજ્યના લાખો પેનશનર્સને રાહતના સમાચાર આપતો આજે ગુજરાત હાઇકોર્ટે નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે સ્કેલ ટુ સ્કેલ પગાર પચ મુજબ મળવા પત્ર પેન્શનો લાભ તમામ પેંશનર્સને આપવામાં આવે તેવું હાઇકોર્ટે જણાવ્યું છે. વર્ષ 2006માં સ્કેલ તું સ્કેલ મુજબ પૂરું પેંશન નહિ મળતા પેંશનર્સે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
હાઇકોર્ટે પૂરતું પેંશન ચૂકવા રાજ્ય સરકાર ને આદેશ કર્યો હતો ત્યારે રાજ્ય સરકારે 2009માં એક ઠરાવ તૈયાર કર્યો હતો. જેમાં એવુ કહેવામાં આવ્યું કે, જે લોકોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમને સ્કેલ તું સ્કેલ મુજબ લાભ આપવામાં આવે અને બાકીના લાભાર્થીઓને 2018થી નોશનલ બેનિફિટ આપવામાં આવશે. આ તેવા 2 ઠરાવ બહાર પાડવામાં આવ્યા હતા.
જુઓ LIVE TV
જેને લઈ પેંશનર્સ હાઇકોર્ટમાં ફરી અરજી કરી હતી અને આજે આ મામલે હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે, સરકાર ભેદભાવની નીતિના રાખી શકે માટે તમેને 2006 થી તમામ પેંશનર્સને લાભ આપવાનો હાઇકોર્ટ આજે હુકમ કર્યો છે. હાઇકોર્ટના આ નિર્ણય થઈ રાજ્ય સરકારને મોટો ઝટકો લાગ્યો છે. તેમજ સરકારને અંદાજે 500 કરોડથી વધુની રકમ પેંશનર્સને ચૂકવી પડશે.