• લગ્ન-મરણ પ્રસંગને લઈને પણ સૂચનો કર્યાં કે, લગ્ન અને મરણ પ્રસંગમાં માત્ર 50 લોકોને પરવાનગી આપો

  • હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં કરફ્યૂનો અમલ નથી થતો . વહેલી સવારે લોકો રસ્તા પર જોવા મળે છે


હિતલ પારેખ/આશ્કા જાની/અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેક્શનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે (gujarat highcourt) સુઓમોટો જાહેર હીતની અરજી ગણી છે. ત્યારે આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટિસે કોરોના કાળમાં મીડિયા દ્વારા કરાયેલી કામગીરીને વખાણી હતી. સાથે જ ગુજરાત સરકારની અનેક મુદ્દે ઝાટકણી કાઢી છે. કોર્ટે અનેક બાબતોની નોંધ લઈને ગુજરાત સરકારે પોતાની ભૂલો બતાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટ આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી 


  • હાઈકોર્ટે આજની સુનાવણીમાં ગુજરાત સરકારને વિવિધ મુદ્દે ખખડાવી છે. ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવીને કહ્યું, જાહેર કાર્યક્રમો બંધ કરાવો, લગ્ન-મરણ પ્રસંગને લઈને પણ સૂચનો કર્યાં કે, લગ્ન અને મરણ પ્રસંગમાં માત્ર 50 લોકોને પરવાનગી આપો.

  • સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં કરફ્યૂનો અમલ નથી થતો . વહેલી સવારે લોકો રસ્તા પર જોવા મળે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ક્યાંય નથી થતું. જે લોકો સ્વયભૂ બંધ પાળે છે તે લોકો બીજા બધા કરતા ઘણા હોશિયાર છે.

  • વોર્ડ વાઇઝ-સોસાયટી વાઇઝ એક જવાબદાર વ્યક્તિ નીમો, જે લોકોની તકલીફો વિશે amc સુધી માહિતી પહોંચાડે

  • સાથે જ સરકાર નાના વેપારીઓના ધંધા વ્યવસાયને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખે. 

  • કોર્ટે નોંધ્યું કે, ઓક્ટોબર સુધી સ્થિતિ કંટ્રોલમાં હતી. 
    દિવાળી બાદ સતત કેસો વધ્યા. આપણે કેમ અજાણ રહ્યા કે રાજ્યમાં હવે બીજી લહેર આવી ગઈ છે. શા માટે સરકારે માની લીધું કે કોરોના હવે જતો રહ્યો છે, શા માટે ખાનગી હોસ્પિટલના બેડ સુપરત કરી દેવાયા. આરટીપીઆર ટેસ્ટને કેમ આટલુ મોડુ થઈ રહ્યું છે. આ સમયગાળામાં જો અન્ય લોકોને ચેપ લાગે તો કોણ જવાબદાર

  • કોર્ટે કહ્યું કે, એક જગ્યાએ જ ઈન્જેક્શન મળી રહે તે હિતાવહ નથી. ઈન્જેક્શનની માંગ રાજ્યભરમાં છે, માટે અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવે. સાથે જ આ મામલે રાજ્ય સરકાર શુ કામગીરી કરી રહી છે તે સવાલ હાઈકોર્ટે કર્યો. ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે તો લોકો સુધી કેમ પહોંચી નથી રહ્યો. જો ઇન્જેકશનની અછત નથી તો કેમ તમામ હોસ્પિટલમાં ઇન્જેકશન મળતા નથી. ઇન્જેક્શન સરળતાથી લોકોને મળી રહે દરેક હોસ્પિટલ માં તેવી વ્યવસ્થા ઉભી કરો. 

  • કોર્ટે સૂચવ્યું કે, ટેસ્ટીગ વધારવામાં અને ફાસ્ટ કરવામાં આવે. કલેક્શન અને ટેસ્ટીગ વધારવામાં આવે. તાલુકા અને ગામડાઓમાં rtpcr ટેસ્ટ માટે કોઈ વ્યવસ્થા જ નથી. સામાન્ય લોકોના rtpcr ટેસ્ટનો રિપોર્ટ આવતા વાર લાગે છે. જ્યારે કે, અધિકારિઓ અને નેતાઓને જલ્દી રિપોર્ટ કેવી રીતે મળે છે. સરકારને કોર્ટે સવાલ કર્યો કે, રિપોર્ટ આવતા સમય લાગે છે માટે તે વ્યક્તિ અન્યના સંપર્કમાં આવે છે અને આ રીતે કોરોની ચેન આગળ વધી રહી છે. દેખાઈ રહ્યુ છે કે, વેક્સીનેશન ખાસ અસર નથી કરી રહ્યું. વેકસીનેશન જરૂરી છે પણ તે અસર નથી કરી રહ્યું.

  • Hc ના ધ્યાન પર આવ્યું છે કે રાજ્યમાં પૂરતા બેડ નથી. રાજ્ય સરકાર રજુઆત કરે છે પરંતુ hc ના ધ્યાન પર આવ્યું છે કે બેડની અછત છે. રાજ્ય સરકાર કારણ શોધે કે રેમડેસિવિર કેમ આટલા મોઘા મળી રહ્યા છે. પૂરતો જથ્થો હોવા છતાં કેમ લોકોને નથી મળી રહ્યા. Hc સરકારનો ઉધડો લઈને કહ્યું કે, બધું જ સરકાર પાસે ઉપલબ્ધ છે તો લોકોને કેમ નથી મળી રહ્યા. 

  • Hc એ રાજ્યમાં શહેરોની સાથે સાથે ગામડાઓની હાલત બગડી રહી છે તેવું નોંધ્યું. સાથે જ મોરબી અને મહેસાણાની બગડતી સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો

  • કોરોનાની મહામારીના સમયમાં રાજ્ય સરકારનો ગેરવહીવટ સંકલનનો અભાવ જોવા મળ્યો અને તેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. સમયના લાંબા સમયના મહામારીના સમયગાળા પછી પણ સરકારે કોઈ બોધપાઠ લીધો નથી સરકારે તેને રોકવા માટેની તૈયારી કરી નથી. ગુજરાતની જનતા પરનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય તેના માટેની લાંબાગાળાની રાજ્ય સરકારે કોઈ રણનીતિ બનાવી નથી. 

  • ક્રિકેટ સ્ટેડિયમમાં લોકોને ભેગા કરવા ટ્રમ્પની મુલાકાત એવી ઘટનાઓને કારણે બીજી વારનો ભોગ ગુજરાત બન્યું છે

  • Hc સરકારની કોરોનાની કેટલીક અમુક પોલિસી થઈ ખુશ નથી. એક વર્ષની તૈયારીનો સમય મળ્યા છતાં પણ ગુજરાતમાં એક પણ શહેર એક પણ તાલુકો કે ગામમાં કોરોના સંક્રમિત દર્દીઓને બેડ મળ્યા નથી સારવાર મળી નથી.

  •  


હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી કે, આ લડાઈ સરકાર અને કોરોના વચ્ચેની લડાઈ નથી, પણ લોકો અને કોરોના વચ્ચેની લડાઈ બની ગઈ છે. રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir) ની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. પરંતુ હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ પણ રેમડેસિવિરનો આગ્રહ રાખે છે. લોકોને વિનંતી કરુ છું કે રેમડેસિવિર ઇન્જેકશન માટે ભીડ ન કરો.


ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી. તો ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેન્ચે સુનાવણી હાથ ધરી છે.  ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઑનલાઇન જોડાયા છે.