Family Court Judgement : કેટલીકવાર એવા ચૂકાદા સામે આવે છે તમને પણ નવાઈ લાગશે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધો એટલા જટીલ હોય છે કે એનો ચૂકાદો કોર્ટમાં જ થાય છે. પતિના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપ કરવા પણ પત્નીની કૂરતા જ ગણાય. અમદાવાદના વસ્ત્રાલ રોડ પર રહેતા એક પતિએ પોતાની પત્નીની હેરાનગતિ પર કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં પત્નીના ત્રાસને કારણે છૂટાછેડાની અરજી કરી હતી. ત્યારે ફેમિલી કોર્ટે પતિના છૂટાછેડા મંજૂર કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની ફેમિલી કોર્ટમાં એક પતિ દ્વારા કરાયેલી અરજી પર પ્રિન્સીપાલ જજ મહંમદ હનીફ નુરમહંમદ મન્સૂરીએ ચુકાદો આપ્યો હતો, તેઓએ પતિને છૂટાછેડાનો હુકમ કર્યો હતો. પત્નીની ક્રુરતાના ગ્રાઉન્ડ પર હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1) (આઈ-એ) હેઠળ પતિપત્નીના છૂટાછેડા મંજૂર કર્યા હતા.


આ પણ વાંચો : 


નકલી PSI મયુર તડવી કેસમાં મોટું એક્શન : 6 પોલીસ કર્મીઓને રાતોરાત સસ્પેન્ડ કરાયા


અરજદારે કોર્ટમાં અરજી કરી હતી કે, તેમના લગ્ન હિન્દુ રીતિરિવાજ મુજબ ગત 14 મે, 2013 ના રોજ થયા હતા. તેમના પત્ની લગ્નની શરૂઆતથી જ આક્રમક સ્વભાવના હતા. તેઓ પરિવારના તમામ સભ્યોને હેરાન કરતા હતા. એટલુ જ નહિ, તેમની પત્ની ઘણીવાર વાસણો અને ચીજવસ્તુઓ પણ છુટ્ટા ફેંકતી હતી. વારંવાર સમજાવવા છતા પણ તેમની પત્નીના સ્વભાવમાં કોઈ ફરક આવ્યો ન હતો. તેમની પત્ની પરિવારથી અલગ રહેવા માટે પતિ પર દબાણ કરતી હતી. જેના બાદ મે, 2018 માં પત્ની ઘર છોડીને જતી રહી હતી. વારંવારના પ્રયાસો છતા પત્ની પાછી ન આવી.


આ બાદ અરજદારે જૂન, 2019 માં પત્નીને લગ્નજીવનના હક ભોગવવા માટે અરજી આપી હતી. પરંતુ છતા તેમની પત્ની તેમને ધમકી આપી હતી, આ બાદ પતિએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. 


આ પણ વાંચો : 


ગુજરાત સરકારે પ્રોપર્ટી વેચવા કાઢી, તમને ખરીદવામાં રસ છે તો જાણી લેજો


પતિના ભાભી સાથે સંબંધ હોવાના પત્નીએ આક્ષેપ લગાવ્યા
આ પહેલા એક કેસમાં સુરત ફેમિલી કોર્ટના પ્રિન્સીપલ જજ રાજદિપસિંહ દેવધરાએ થાણે મહારાષ્ટ્રની પત્ની સામે છેલ્લાં આઠ વર્ષોથી કાનૂની જંગ છેડીને છૂટાછેડા મેળવવા કોર્ટે ચઢેલા પતિને ન્યાય આપ્યો હતો. ફેમિલી કોર્ટે મહારાષ્ટ્રની કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રૂપિયા 4 હજારનો ભરણ પોષણનો હુકમ પણ ચાલુ રાખ્યો હતો. સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા રાહુલના લગ્ન તા.14-5-06ના રોજ મહારાષ્ટ્ર થાણેમાં રહેતી સંગીતા સાથે થયા હતા. લગ્નજીવનથી દંપત્તિને ત્યાં ચાર બાળકોનો જન્મ થયો હતો. દાંપત્ય જીવનના થોડા જ સમયગાળામાં સંગીતાબેન અને રાહુલ વચ્ચે કડવાશ વધી હતી. પત્ની પતિના પોતાની સગી ભાભી સાથે સંબંધો હોવાના બહાને પ્રતાડિત કરતી હતી. આ સિવાય પતિ રાહુલને લગ્નજીવનના હક્કો ભોગવવા દેવાની પણ પત્ની સંગીતાબેન સહમતી આપતા નહોતા. આમ છતાં પતિએ પત્નીને સમજાવી સારને બચાવવા અનેક પ્રયત્નો કરવા છતાં પિયરમાં લગ્નના બહાને સંગીતા પોતાના બાળકોને પતિના હવાલે છોડીને મહારાષ્ટ્ર ચાલી ગયા હતા. આમ 4 બાળકોની મા બન્યા છતાં સંગીતા એક પતિની પત્ની બની શકી નહોતી.