Gujarat Highcourt : પતિ પત્નીના ઝઘડામાં બાળકોની કસ્ટડી માટે બન્ને હકદાર છે. પતિ પત્નીના ઝઘડામા નિર્દોષ બાળકો હણાય છે. ત્યારે પારિવારિક ઝઘડા મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મોટું અવલોકન કર્યું છે. સાથે જ રાજ્યની તમામ ફેમિલી કોર્ટને ગુજરાત હાઇકોર્ટે સૂચન કર્યું કે, ચાઈલ્ડ રાઈટ ફાઉન્ડેશનએ રજુ કરેલા રિપોર્ટને તમામ ફેમિલી કોર્ટમાં સર્ક્યુલેટ કરો. આવા પ્રકારના કેસમાં માતા પિતા બાળકો મળવા દે. ગુજરાત હાઇકોર્ટ અરજીનો નિકાલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતા અને પિતા બન્ને બાળકનો હક સમાન અને મળવા દે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, પતિ પત્નીના ઝઘડા વચ્ચે બાળકોનું શોષણ ન થાય તે જરૂરી છે. બાળકોના હિતમાં મુંબઇની ચાઇલ્ડ રાઇટ ફાઉન્ડેશન દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા તમામ જયુડિશયલ અધિકારીઓને મોકલી આપવા ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રજિસ્ટ્રાર જનરલને આદેશ કર્યો છે. 


તલાટી પરીક્ષાના ઉમેદવારો ફટાફટ આ સમાચાર વાંચી લેજો, ટ્રેન સુવિધાને લઈને આવ્યા અપડેટ


પારિવારિક ઝઘડામાં માતા પિતાને બાળકોની કસ્ટડીમાં સમાન હક આપવા અરજદારે માંગ કરી હતી. દેશની અન્ય હાઇકોર્ટના સમાન કસ્ટડી માટેના જજમેન્ટ પણ અરજદાર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જાહેરહિતની કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસોની ચાલતી કાર્યવાહીમાં બાળકો ભોગ બનતા હોય છે. તેમનો અભ્યાસ બગડે છે. અને તેમના બાળમાનસ ઉપર ગંભીર અસરો પડે છે. ગાર્ડીયન્સ એન્ડ વોર્ડસ એક્ટ હેઠળ બાળકના વચગાળાની કસ્ટડીના નિર્ણયમાં બાળકો જ ભોગ બનતા હોય છે.


ગુજરાતમાં ડમી સ્કૂલો : કાગળ પર શિક્ષકો અને બાળકો, શિક્ષણ બોર્ડના સભ્યોએ જ ખોલી પોલ