Morbi Bridge Collapse Update : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે બે આરોપીઓને કાયમી જામીન પર મુક્ત કર્યા છે. મોરબી દુર્ઘટનાના આરોપી મહાદેવભાઇ સોલંકી અને મનસુખ પટેલે નિયમિત જામીન માટે કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી છે. બંનેને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે જામીન અપાયા છે. બંને આરોપીઓ કેબલ બ્રિજ ખાતે ટિકિટ વહેંચણીનું કામ કરતા હતા. દુર્ઘટના સમયે બ્રિજ પર નિર્ધારિત સંખ્યા કરતા વધુ ટિકિટ વેચાઈ હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. દુર્ઘટના સમયે મોરબી બ્રિજ પર 150 લોકોની કેપેસિટી સામે 500 જેટલા લોકો બ્રિજ પર હાજર હતા. પોલીસે બેદરકારી રાખી ટિકિટ વેચણી કરવા મામલે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. દુર્ઘટનાના દિવસે આ 2 વ્યક્તિઓએ 3165 ટિકિટ વેચી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં વધુ બે આરોપીના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા અને મહાદેવભાઈ લાખાભાઈ સોલંકીના જામીન મંજુર કરાયા છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજીમાં આરોપીના વકીલની દલીલ ધ્યાને રાખીને આદેશ કરાયો છે. અત્યાર સુધીમાં ઓરેવાના જયસુખભાઇ પટેલ સહિતના ૧૦ પૈકીના કુલ પાંચ આરોપીઓ જામીન મુક્ત થયા છે. 


સમોસા ખાતાં પહેલાં વિચારજો, સમોસામાં ગાયનું માંસ ભરી વેચતો નરાધમ પકડાયો


ગઈકાલે બંને આરોપીઓની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી હતી. જેમાં આરોપીઓને જામીન આપવા અંગે મૃતકોના પરિજનોએ વિરોધ કર્યો હતો. બ્રિજ દુર્ઘટના મામલે ન માત્ર ઓરેવા કંપની, પરંતુ આ કર્મચારીઓ પણ જવાબદાર હોવાની રજૂઆત મૃતકોના પરિવારજનોએ કરી હતી. મૃતકોના પરિવારજનોએ કોર્ટમાં કહ્યું હતું કે, 100 ની કેપેસીટી સામે 400 લોકો બ્રિજ પર હતા. સાથે જ ટિકિટ વેચણી કરનાર લોકોએ પૈસાની લાલચમાં ટિકિટની કાળાબજારી કરી હોવાનો આક્ષેપ પણ તેઓએ લગાવ્યો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પૂછ્યુ હતું કે, શું આ કર્મચારીઓ કંપની પાસે પગાર ઉપરાંત કાળાબજારીથી પૈસા કમાતા હતા..? જેના બાદ આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી.


હાર્ટએટેક આવવાનું કારણ કોરોના વેક્સીન છે? જાણીતા તબીબે કર્યો આ અંગે મોટો ખુલાસો


ગુજરાતની વધુ નજીક આવ્યું વાવાઝોડું, દરિયામાં કરંટ છતાં ભાવનગર રો-રો ફેરી ચાલુ રખાઈ