• હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના વીર્યનાં સેમ્પલ લેવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો

  • સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી


રવિ અગ્રવાલ/વડોદરા :કેનેડામાં સ્થાઈ થયેલા ભારતીય દંપતીનો હૃદય દ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમણમાં દાખલ પતિના મલ્ટીપલ ઓર્ગન ફેલ થતા પત્નીએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પતિના સંતાનની માતા બનવા પત્નીએ પતિના આઈ.વી.એફ માટે સેમ્પલ લેવા હાઇકોર્ટ (gujarat highcourt) માં અરજી કરતા હાઇકોર્ટે મંજૂરી આપી છે. માત્ર 15 મિનિટમાં હાઇકોર્ટ ઓનલાઇન સુનવણીમાં મંજૂરી આપી હતી. સાથે જ સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી, જેથી હૉસ્પિટલની ટીમ ઝડપથી સેમ્પલ મેળવી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતના રાજકારણમાં ‘દીદી’ની એન્ટ્રી, અમદાવાદમાં TMC ના વિશાળ પોસ્ટર લાગ્યા


પત્નીએ પતિના સંતાનોની માતા બનવા ઈચ્છા વ્યક્ત કરી 


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની યુવતીના લગ્ન ભરૂચના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે પતિ સાથે કેનેડામાં સ્થાયી થઈ હતી. હાલ આ દંપતી પિતાની સેવા માટે ભારત આવ્યું છે. પરંતુ છેલ્લા 2 મહિનાથી પતિ કોરોના સંક્રમિત હોવાથી વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ (sterling hospital) માં સારવાર લઈ રહ્યાં છે. કોરોના સંક્રમણમાં પતિના બંને ફેફસાં ફેલ થઈ ગયા અને શરીરના અંગો કામ કરતા બંધ થયા છે. પરંતુ પતિના અંગો ફેલ થવા છતા પત્ની તેમના જ સંતાનોની માતા બનવા ઈચ્છા ધરાવે છે. પરંતુ આઇવીએફ (IVF) દ્વારા માતા બની શકાય એ માટે યુવતી છેલ્લા ત્રણ દિવસથી પતિના સેમ્પલ મેળવવા વિનંતી કરતી હતી. પરંતુ કાયદાકીય અને તબીબી કારણોસર પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી. તેથી મહિલાએ આ માટે ન્યાય મેળવવા હાઈકોર્ટના દરવાજા ખખટાવ્યા હતા. 


આ પણ વાંચો : સાયબર એટેકની નવી મોડસ ઓપરેન્ડી : સેક્સ અને પોર્ન સાઈટ થકી આ રીતે લૂંટે છે લોકોને


હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલો કિસ્સો 


આમ, સંતાનપ્રાપ્તિ માટે મહિલા હાઈકોર્ટમાં પહોંચી હતી.  હાઈકોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત ગંભીરતા પારખીને વિશેષાધિકારની રુએ માત્ર 15 મિનિટમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે યુવતીને પતિના વીર્યના સેમ્પલ મેળવવા મંજૂરી આપી છે. તેમજ ચુકાદો આપતી વખતે જજ સહિતના તમામ લોકો અત્યંત ભાવુક બની ગયા હતા. હાઈકોર્ટ સમક્ષ પ્રથમ એવો કિસ્સો આવ્યો, જેમાં મહિલાએ મુત્યુશય્યા પર પડેલા પતિના વીર્યના સેમ્પલ મેળવી તેના દ્વારા માતા બનવા માટે અરજી કરી હોય. 


આ પણ વાંચો : અમદાવાદથી ઉપડતી આ સ્પેશિયલ ટ્રેનોના શિડ્યુલમાં થયો મોટો ફેરફાર


માત્ર 15 મિનિટમાં ચુકાદો આપ્યો 


હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના વીર્યનાં સેમ્પલ લેવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો. એટલું જ નહીં સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી જેથી હૉસ્પિટલની ટીમ ઝડપથી સેમ્પલ મેળવી શકે.