• દિવાળી બાદ પણ ગુજરાત હાઈકોર્ટમાં કોરોના સંક્રમણ વધ્યું હતું. જેમાં ત્રણ જજ ઝપેટમાં આવ્યા હતા.

  • દાહોદના લીમખેડા પ્રાંત અધિકારી ડી.કે. હડીયલનું પણ કોરોનાથી નિધન થયું


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ચારેતરફ કોરોનાનો કહેર ફેલાયેલો છે. મૃત્યુઆંક ધીરે ધીરે વધી રહ્યો છે. આવામાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જીઆર ઉધવાણીનું આજે કોરોનાથી નિધન થયું છે. તેઓ છેલ્લાં 15 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેઓએ આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ જીઆર ઉધવાણીએ સિટી સિવિલ જજ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સાથે જ કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર બાદ જી.આર. ઉધવાણીને હાઇકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું.


આ પણ વાંચો : ‘જિંદગી જીવવી અઘરી છે...’ આટલા શબ્દો લખીને સુરતની મહિલા PSIએ કરી આત્મહત્યા


દિવાળી બાદ પણ ગુજરાત હાઈકોર્ટમાં કોરોના સંક્રમણ વધ્યું હતું. જેમાં ત્રણ જજ ઝપેટમાં આવ્યા હતા.  જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર. ઉધવાણી અને જસ્ટિસ આર.એમ. સરીન કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે જીઆર ઉધવાણીએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. 


દાહોદના પ્રાંત અધિકારી ડીકે હડિયલનું નિધન
દાહોદના લીમખેડા પ્રાંત અધિકારી ડી.કે. હડીયલનું પણ કોરોનાથી નિધન થયું છે. લીમખેડાના પ્રાત અધિકારી ડી.કે. હડીયલ 20 દિવસ પહેલા કોરોનાથી શિકાર થયા હતા. ત્યારથી વડોદરાની ખાનગી હોસ્પિટલમા તેમની સારવાર ચાલી રહી હતી. પ્રાંત અધિકારી ડી.કે.હડીયલના મોતના સમાચારથી દાહોદ વહીવટી તંત્રમાં શોક વ્યાપી ગયો છે.  


આ પણ વાંચો : માંડવીના ગગજી પરિવારના 3 લોકોના અકસ્માતમાં મોત, હળવદ પાસે એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ અને...