સત્યમેવ જયતે : ન્યાય પ્રણાલીને પારદર્શક બનાવવાની ગુજરાત હાઈકોર્ટની પહેલ અન્ય રાજ્યો સુધી પહોંચી
- ગુજરાત હાઈકોર્ટના યુટ્યુબ પેજ પર 79,003 હજાર સબ્સક્રાઈબર્સ થઈ ગયા
- ઘરે બેસીને કોર્ટની તમામ કાર્યવાહી જોઈ શકાશે
- ન્યાય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ બેસે તેવો ગુજરાતનો પ્રયાસ
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ફરી એકવાર એવી પહેલ કરી છે, જેની રાહ પર આખો દેશ ચાલી રહ્યો છે. ફરી એકવાર ગુજરાતે દેશને નવી રાહ ચીંધી છે. વિકાસના ડગ માંડતા ગુજરાતે ફરી એકવાર બતાવ્યું કે, ગુજરાત તમામ બાબતોમાં અગ્રેસર છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) ની કામગીરીનું યુ-ટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થયું છે. જેને કારણે હવે ઘરે બેસીને પોતાની ટીવી, મોબાઈલની સ્ક્રીન પર પોતાના કેસની તથા મહત્વના ચુકાદાની સુનાવણી ઓનલાઈન જોઈ શકશે. આ પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. દેશની અન્ય હાઈકોર્ટ પણ હવે ગુજરાતની રાહ પર ચાલવા આતુર છે, અને ધીરે ધીરે અનેક રાજ્યોની હાઈકોર્ટ લાઈવ સ્ટ્રીમિંગ (live streaming) પર કામ કરી રહી છે.
ન્યાય પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ
ત્રણ મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટની તમામ કોર્ટના જીવંત પ્રસારણના કાર્યક્રમનું ઉદઘાટન કરાયુ હતું. જે હવે યુટ્યુબ (Youtube) ચેનલ પર ઉપલબ્ધ છે. જેનો સીધો ફાયદો એ છે કે, દેશના નાગરિકોનો ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ બેસે. ભારતીય ન્યાય પ્રક્રિયાની લોકોના દિલદિમાગ પર માત્ર પેન્ડિંગ કેસ અને લાંબી ન્યાય પ્રક્રિયાની ઈમેજ છે. આ છબીને બદલવાનો પ્રયાસ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. હાઈકોર્ટમાં સતત થતો કેસોનો ભરાવો, તથા કેસના કાર્યવાહીમાં વિલંબ જેવી પ્રક્રિયા સામે લડવા માટે ઓનલાઈન સ્ટ્રીમિંગ મોટું પાસુ બનશે. સાથે જ ન્યાયપ્રક્રિયા ઝડપી બનશે, અને પારદર્શક બનશે. આ કારણે લોકોની વિચારધારા બદલાશે. સાથે જ ઓનલાઈન સ્ટ્રીમિંગ થતા વકીલોનું બિહેવિયર પણ બદલાશે. આજથી ગુજરાત હાઈકોર્ટની 20 બેચનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થયુ છે. જેથી હવે અન્ય રાજ્યોની હાઈકોર્ટ ગુજરાતના આ નિર્ણયને આવકારીને પોતે પણ આ રાહ પર ચાલી રહી છે. ન્યાય પ્રણાલી પર લોકોનો ભરોસો કાયમ કરવા માટે નાગરિકોને હવે આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. હાલ તમે ગુજરાત હાઈકોર્ટની યુટ્યુબ ચેનલ પર અનેક કેસને ઓનલાઈન જોઈ શકો છો.
આ પણ વાંચો : રંગીન મિજાજી હોમગાર્ડના અધિકારીએ મહિલા જવાનને કહ્યું, ‘હું પ્રેમથી રાખું છું તો તમે મને મજામાં રાખો..’
ચંદ્રાબાબુ નાયડુ લાઈવ સ્ટ્રીમિંગથી નેતાઓેને શિસ્તમાં લાવ્યા હતા
ગુજરાત હાઈકોર્ટને અનુસરીને હવે કર્ણાટક હાઈકોર્ટ અને ઓરિસ્સા હાઈકોર્ટે કેસોનું ઓનલાઈન સ્ટ્રીમિંગ શરૂ કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. પરંતુ સરકારી કામગીરીને જ્યારે લોકો સમક્ષ બતાવવાની વાત કરીએ તો આ પહેલ દેશભરમા પહેલીવાર આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની સરકારે કરી હતી. પોતાના મંત્રીઓની કામગીરીન લોકો સુધી બતાવવા અને વિધાનસભામાં ડિસીપ્લીન લાવવા માટે ચંદ્રાબાબુ નાયડુએ વિધાનસભાની કાર્યવાહીને લાઈવ કરાવી હતી. જેનુ તેમને ધાર્યુ પરિણામ પણ મળ્યુ હતું. લાઈવ સ્ટ્રીમિંગમાં વિધાનસભામાં ધારસભ્યોના બૂમબરાડા ઓછા થયા હતા, અને નેતાઓ શિસ્તમાં આવ્યા હતા.
[[{"fid":"353296","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gujarat_highcourt_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"gujarat_highcourt_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gujarat_highcourt_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"gujarat_highcourt_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"gujarat_highcourt_zee2.jpg","title":"gujarat_highcourt_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
લાઈવ સ્ટ્રીમિંગનો ભૂતકાળ
આ પહેલ બાદ ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગના યુગની શરૂઆત થઈ હતી એવુ કહી શકાય. ત્યાર બાદ આંધ્રપ્રદેશ સરકારની પહેલને પગલે દિલ્હી વિધાનસભામાં 2001 ના વર્ષમાં, યુપી વિધાનસભામાં 2002 ના વર્ષમાં લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરાયુ હતું. ઊત્તરપ્રદેશ વિધાનસભામાં માઈક તોડવાની જે ઘટના બની હતી, તે પહેલીવાર લોકોએ નજરોનજર જોઈ હતી. જેના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. પહેલીવાર લોકોએ નેતાઓની હરકતોને નિહાળી હતી. ત્યાર બાદની વાત કરીએ તો, પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ રાજ્યસભા અને લોકસભાનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરાવ્યુ હતું. જોકે, તેમાં તેમનો અંગત સ્વાર્થ પણ હતો. રાજીવ ગાંધી ગમે ત્યા બેસીને આ વિધાનસભા અને લોકસભાની કામગીરી નિહાળી શકે તે હેતુથી તેમણે લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરાવ્યુ હતું. ગુજરાતની પહેલને પગલે કર્ણાટક હાઈકોર્ટે ચાર મહિના પહેલા કોર્ટ રૂમનુ લાઈવ સ્ટ્રીમિંગ શરૂ તો કર્યુ હતુ, પણ તેને આગળ કન્ટીન્યૂ ન કરી શક્યા. પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટની ઓનલાઈન પ્રોસેસ જોઈને જલ્દી જ કર્ણાટક હાઈકોર્ટની સુનાવણીઓ પણ ઓનલાઈન જોઈ શકાશે.
આ પણ વાંચો : કુંવારી માતાએ પાપ છુપાવવા બે દિવસના બાળકને તરછોડ્યું, પરંતુ ભાગે તે પહેલા જ પકડાઈ ગઈ
ગુજરાત હાઈકોર્ટની ઓનલાઈન સ્ટ્રીમિંગની મહત્વની તારીખો
- વર્ષ 2018માં સ્વપ્નિલ ત્રિપાઠી VS સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે નિર્ણય લેવાયો હતો
- 26 ઓક્ટોબર 2020થી યુ-ટ્યૂબ ચેનલના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસની ખંડપીઠેની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું
- 17 જુલાઈ, 2021 એ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી.રમન્નાએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત હાઇકોર્ટના નવા નિર્ણયનો શુભારંભ કરાવ્યો
હાલની વાત કરીએ તો, ગુજરાત હાઈકોર્ટના ઓનલાઈન સ્ટ્રીમિંગનો લાભ હવે સામાન્ય જનતા લઈ રહી છે. માત્ર ત્રણ મહિનાના ગાળામાં જ ગુજરાત હાઈકોર્ટના યુટ્યુબ પેજ પર 79,003 હજાર સબ્સક્રાઈબર્સ થઈ ગયા છે. અનેક કેસોની ઓનલાઈન સુનાવણીને હજારો વ્યૂ મળ્યા છે.