Gujarat Police : આણંદ પોલીસ વિરુધ્ધ હાઇકોર્ટમાં PIL દાખલ કરાઈ છે. 100 તોલા સોનું અને એક કરોડની રકમ સગેવગે કર્યાનો આણંદ પોલીસ પર આક્ષેપ લાગ્યો છે.  રિકવર કરાયેલા મુદ્દામાલનો ચાર્જશીટમાં આણંદ પોલીસ દ્વારા કોઈ જ ઉલ્લેખ ન કરાયો. જેથી સરકાર DGP અને આણંદના પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારાઈ છે. PI જે વી રાઠોડ, સર્કલ PI એમ વી પ્રજાપતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરાયા છે. તેમજ LCB PI કે જી ચૌધરી અને કોન્સ્ટેબલ એસ. વી રાઠોડ વિરુદ્ધ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પોલીસ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, કરિયાણું-કોસ્મેટીક ચીજવસ્તુઓના વેચાણમાં ઉચું વળતર અને સબસીડીની લાલચ આપી નિર્દોષ લોકોને છેતરવામાં આવ્યા હતા. લોકોને લોભામણી લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હતી. મીનાક્ષીબેન ઉર્ફે દક્ષાબેન ઉર્ફે નીતાબેન સુરેશભાઈ પટેલ, સુરેશભાઈ વાસુદેવભાઈ પટેલ, ધવલ ઉર્ફે સોનુ સુરેશભાઈ પટેલ વિરૂધ્ધ રશ્મિબેન મહેશભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવા આરોપ લગાવાયા હતા કે, આરોપીઓએ નિર્દોષ નાગરિકોને તેમની જાળમાં ફસાવી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે અને લોકોના મહેનત-પરસેવાની કમાણી આરોપીઓ ઉચાપત કરી ગયા હતા. તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. 


આદિલે આર્ય બનીને હિન્દુ યુવતીને ફસાવી, ભાંડો ફૂટતા જ યુવતીએ તેના ઘરે જ હંગામો કર્યો


આ બાદ તપાસ થઈ હતી. જેમાં આરોપીઓ પાસેથી મુંબઈમાં એક કરોડથી વધુની રકમ અને 100 તોલા સોનું વસૂલવામાં આવ્યુ હતું. પરંતું હવે સમગ્ર કેસમાં આણંદ પોલીસના કર્મચારીઓ જ કાંડ કરી ગયા હતા. આ કેસની તપાસ કરનારી પોલીસે કબજે કરી હોવા છતાં તેની ચાર્જશીટ સહિતના દસ્તાવેજોમાં ક્યાંય નોંધ જ ન લીધી હોવાનો આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અસરગ્રસ્ત મહિલાઓએ રીટ કરી છે. તમામ મુદ્દામાલ પોલીસે જ સગેવગે કરી દીધો છે. ત્યારે સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા રાજ્યના પોલીસ વડા અને આણંદના નાના મોટા પોલીસ અધિકારીઓ સામે નોટિસ જાહેર કરી છે. 


આ કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારી
આણંદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી.રાઠોડ, સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આઈ.પ્રજાપતિ, એલસીબી પીઆઈ કે.જી.ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ એસ.વી.રાઠોડ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. 


ગુજરાતના આ રેલવે સ્ટેશન પર હવે થાકેલા મુસાફરો બોડી મસાજ પણ કરાવી શકશે