ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટનો વિવાદ વકર્યો, હાઈકોર્ટે Dysp રાજદીપ નકુમને નોટિસ ફટકારી
ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. મંદિર ટ્રસ્ટની ઓફિસમાં પોલીસ કર્મીઓએ કરેલી ગેરવર્તણૂક મામલે અરજદારે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારે હાઈકોર્ટે ડીવાયએસપી રાજદીપ નકુમને નોટિસ ફટકારી છે અને 22 ડિસેમ્બર સુધી જવાબ રજૂ કરવા સૂચના આપી છે. આ મામલે વધુ સુનવણી 22 ડિસેમ્બરે હાથ ધરાશે. ડીવાયએસપીના ગેરવર્તણૂંકના વીડિયો પણ હાઈકોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા.
આશ્કા જાની/રઘુવીર મકવાણા/અમદાવાદ :ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. મંદિર ટ્રસ્ટની ઓફિસમાં પોલીસ કર્મીઓએ કરેલી ગેરવર્તણૂક મામલે અરજદારે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારે હાઈકોર્ટે ડીવાયએસપી રાજદીપ નકુમને નોટિસ ફટકારી છે અને 22 ડિસેમ્બર સુધી જવાબ રજૂ કરવા સૂચના આપી છે. આ મામલે વધુ સુનવણી 22 ડિસેમ્બરે હાથ ધરાશે. ડીવાયએસપીના ગેરવર્તણૂંકના વીડિયો પણ હાઈકોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા.
ગઢડા મંદિરનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. આ વિવાદ હવે હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. ગઢડા મંદિર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાંઆવી હતી. જેમાં ચૂંટાયેલા ટ્રસ્ટીઓને ટ્રસ્ટની કામગીરીમાં અવરોધ કરવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ અને અન્યો સામે કાર્યવાહીની હાઇકોર્ટ સમક્ષ માંગણી કરાઈ હતી. ટ્રસ્ટની ઓફિસમાં ડીવાયએસપી નકુમે કરેલી ગેરવર્તણૂંકના સીસીટીવી રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસને ગેરવર્તણૂંકના પુરાવા કોર્ટમાં મંદિર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ગઢડા મંદિર તરફથી પણ પક્ષકાર તરીકે જોવા માટે હાઈકોર્ટમાં આગામી દિવસમાં અરજી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સકરારે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. આ મામલે વધુ સુનવણી 22મી ડિસેમ્બરે હાથ ધરાશે.
વડોદરામાં લવ જેહાદ : 23 વર્ષની બ્રાહ્મણ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરાવાયા
ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદમાં કટેલાક વીડિયો વાયરલ થયા છે. જેમાં ડી.વાય એસ.પી. રાજદીપસિંહ નકુમ દ્વારા ઓફિસમાં કરેલ દાદાગીરી બાદ થયેલ વાર્તાલાપનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એસપી હર્ષદ મહેતાની સૂચના મુજબ કામગીરી થઈ હોવાની વીડિયોમાં ચર્ચા કરવામાં આવી રહી છે. એસપી હર્ષદ મહેતા સાથે મોબાઈલ પર વાતચીત દરમ્યાન બધાને બહાર કાઢી મૂક્યાનો ઉલ્લેખ વીડિયોમાં કરવામાં આવ્યો છે. ચેરમેન હરિજીવન સ્વામીના ગુરુભાનું સ્વામી દ્વારા ભાવુક થઈ ડીવાયએસપીને ભેટી અભિનંદન આપ્યા. આચાર્ય પક્ષના ચેરમેનના દાવેદાર તેમજ સંતોને બહાર કાઢવામાં સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને એસપી હર્ષદ મહેતાના કહેવાથી સંતોને મંદિરમાં દૂર કરાયા હોય તેવી વીડિયોમાં ચર્ચા થઈ રહી છે.
સુરતથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો આ સમાચાર
તો વિવાદનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં Dysp નકુમ ચેરમેનની ખુરશી પર બેસી જાય છે. Dysp વીડિયોમં dsp સાથે વાત કરતાં નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ ગેરવર્તણૂંક કરી રહ્યાં છે. સિવિલ ડ્રેસમાં ઓફિસમાં આવીને તેમની આ ગેરવર્તણૂંક વીડિયોમાં કેદ થઈ છે.