આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) મહત્વનો નિર્ણય લીધો કે, સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ નો પાર્કિંગ (no parking) ના નામે વાહન જપ્ત કરી નહિ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે આ નિર્ણય લેતા કહ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર નો પાર્કિંગનો નિયમ જ નથી. સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય નો પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા નથી તેવું સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ‘નો પાર્કિંગ ઝોન’ નથી. જેથી હાઈકોર્ટે કહ્યું કે, રિવરફ્રન્ટ પર પોલીસ નો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ.