Gujarat Highcourt : ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દુષ્કર્મના કેસમાં બરાબરના ભરાયા છે. ગજેન્દ્રસિંહ પરમાર સામે કેસ નહિ નોંધાયા હાઈકોર્ટે આકરા તેબવર બતાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, કોઈના ચારિત્ર્યની હત્યા કરીને MLAને બચાવો નહીં, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધૂમાડો ઉઠે નહીં. આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નથી નોંધાઈ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી 
ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે સામાન્ય રીતે 406 જેવા કિસ્સાઓમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે છે. પરંતુ શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં આવી નથી? દુષ્કર્મના આક્ષેપોનો આ ગંભીર કેસ છે છતાં ફરિયાદ નોંધ્યા પહેલાં શા માટે પૂછપરછ કરવામાં આવી? સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, કોઈના ચારિત્ર્યની હત્યા કરીને MLAને બચાવો નહીં, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધૂમાડો ઉઠે નહીં.


ગુજરાતમાં કપાયેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રથમ ઘટના, 9 વર્ષની દીકરીનો હાથ 11 વર્ષની દીકરીને લગાવાયો


મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી 
ગુજરાતમાં કાર્યવાહી ન થતાં આ મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી.  મહિલાએ આક્ષેપ કર્યો છે કે, ઓગસ્ટ ૨૦૨૦માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી, ત્યારે આબુ રોડ પર આવતા તેણે મહિલા સાથે આવેલી તેની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી અને આ બાબતે અરજી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સિરોહી પોલીસે કોઇ પગલા ન ભરતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને છેવટે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્ર પરમાર અને ધમકી આપનાર મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવાનો આદેશ કરતા ફરિયાદ નોંધાઇ છે. ગજેન્દ્રસિંહ પરમાર હાલમાં પ્રાંતિજનો ધારાસભ્ય અને એક સમયના પૂર્વમંત્રી છે.


અમદાવાદનો ખતરનાક કિસ્સો! બે બાળકો સ્કૂલથી આવીને સીધા સૂઈ જતા, થયો મોટો ધડાકો