Gujarat Highcourt : રાજકોટની ઘટનાને પગલે આજે હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. સ્પેશિયલ કેસમાં તાત્કાલિક સુનાવણી થઈ રહી છે. ઘટનાની ગંભીરતાને પગલે વહેલી સુનાવણી હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાત આ તાજી દુર્ઘટના પર હાઈકોર્ટે લાલ આંખ કરી છે. ગુજરાત હાઇકોર્ટએ તંત્રને વેધક સવાલ કરીને હિસાબ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, શું આપણી પાસે એવી કોઈ મશીનરી નથી. 4 વર્ષમાં પહેલા ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહીના ઓર્ડર કર્યા, પણ 4 વર્ષમાં કઈ એવું કામ થયું નથી. 4 વર્ષમાં 6 મોટી ઘટના બની છે. કેટલાયના મોત નિપજ્યા છે. તંત્રએ શું કર્યું. સાથે જ રાજકોટ ગેમઝોનમાં ફાયર noc ન હોવાનો સરકારે કોર્ટમાં સ્વીકાર કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે કહ્યું કે, આ બેદરકારી રાખી આદેશનું પાલન કર્યું નહિ જેથી રાજકોટ અગ્નિકાંડ થયો. રાજકોટ મનપા શું કહેવા માંગે છે બોલો. શું રાજકોટ ગેમ ઝોનમાં પરમિશન હતી. ફાયર સેફ્ટીનું ધ્યાન કેમ ન રાખ્યું. હાઇકોર્ટનો આદેશ છતાં મનપા બેદરકાર રહ્યું એવું સમજીએ. તંત્ર  મીડિયાના અહેવાલને પણ માની નહીં રહી. અમદાવાદના ગેમઝોનમાં શું સ્થિતિ છે. ન્યુઝ ચેનલ, છાપાના અહેવાલ પર ધ્યાન આપો. તંત્રએ ગંભીર થવાની જરૂર છે. અમદાવાદના ગેમઝોન પર તપાસ કરી છે તપાસમાં ખામી હશે ત્યાં પગલાં લઈશું. ખુલ્લા મેદાનમાં આનંદ મેળા, પંડાલોને પણ ગંભીરતાથી લો. 


આ ગરમીએ તો જીવ લઈ લીધો! 6 દિવસમાં ગુજરાતમાં 1200 થી વધુ લોકો બીમાર પડ્યા


અગ્નિકાંડ બાદ પણ સરકાર ઉંઘે છે - અમિત પંચાલ
આજે કોર્ટમાં સુનવણી શરૂ થતા વકીલ એસોસિયેશનના સિનિયર વકીલ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ફાયર સેફ્ટી વિના જ ગેમઝોન ધમધમી રહ્યાં છે. ફાયર સેફટીને લગતા જજમેન્ટ કોર્ટે રેકર્ડ પર લીધા છે. રાજકોટ આગમાં amc સહિતનું તંત્ર જવાબદાર છે. પાર્કિંગ સ્પેસ, ફાયર સેફટીનો અભાવ હોવથી આગ વિકરાળ બની હતી. શું રાજકોટ મનપાએ ધ્યાન રાખવાની જરૂર નથી. ગેમીંગ ઝોનને મંજુરી આપવા અંગે કોઇ જોગવાઇ નથી. રાજકોટ ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે, એનઓસી માટે કોઇ અરજી મળી નથી. ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે હજુ કોઇ નિયમો નથી. રાજ્ય સરકારે આગના મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે. મીડિયા અહેવાલ મુજબ પોલીસ કલેક્ટર ફાયર ઓફિસર મનપા સહીતના અધિકારીઓની બેદરકારીથી આ અગ્નિકાંડ થયો છે. તક્ષશિલા અગ્નિકાંડ, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ આવા અગ્નિકાંડ બાદ પણ તંત્ર ઉંઘે છે. આ અગ્નિકાંડ બાદ તંત્ર કેમ બેદરકારી રાખે છે.


રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 6 સરકારી બાબુઓ સસ્પેન્ડ


વાવાઝોડું ત્રાટક્યું : રેમલ વાવાઝોડાએ એન્ટ્રી લેતા જ તબાહી મચાવી, ગુજરાતમાં પણ દેખાવા લાગી અસર