આશ્કા જાની/અમદાવાદ :વિદેશ મંત્રી એસ જયશંકર (S Jayshankar) અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર (Jugalji Thakor) ને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી 3 ઇલેકશન પિટીશન હાઈકોર્ટે ફગાવી દીધી છે. રાજ્યસભા ચૂંટણી (Rajyasabha Election) માં બંનેની જીત પર હાઇકોર્ટે મહોર લગાવી દીધી છે. આમ, રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવાર અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કરેલી અરજીઓને હાઈકોર્ટે ફગાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતા નીતિન પટેલ બોલ્યા, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત છે


ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલ રાજ્યસભાની બે બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર અને વર્તમાન વિદેશ મંત્રી એસ. જયશંકરને 104 મત મળ્યા હતા, જ્યારે બીજા ઉમેદવાર જોગાજી ઠાકોરને 105 મત મળ્યા હતા. કોંગ્રેસના બંને ઉમેદવાર ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને 70-70 મત મળ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ક્રોસ વોટિંગ કર્યા પછી બંને ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો, અને બંને ટૂંક સમયમાં ભાજપમાં જોડાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક