ચિંતન ભોગાયતા/અમદાવાદ :આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 1995. કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા જ હતા. પણ પછી સંજોગો એવા ઉભા થયા હતા કે એમાં કામ કરવું ઘણું વિકટ હતું. દરેકને મંત્રી બનવું હતું અને એમાં કેશુબાપાને 33 મંત્રીઓના જમ્બો મંત્રી મંડળની રચના કરવી પડી. એવા આરોપો મૂકવામાં આવ્યા હતા કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધારે પડતું છે, સારા માણસોને મંત્રી બનવાની તક નથી મળી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમાં એક આરોપ એવો પણ મુકવામાં આવ્યો કે કેશુભાઈ નહિ, પરંતું નરેન્દ્ર મોદી મંત્રીઓની વરણી માટે જવાબદાર છે. શંકરસિંહે એવો હક રજૂ કર્યો કે એમની સલાહ લેવામાં આવી નહોતી. ભાજપની એક વિશિષ્ટતા એ છે કે મહત્વના નિર્ણયો વરિષ્ઠ નેતાઓ એકઠા મળીને લે છે. પરંતુ કેશુભાઈ વિરૂદ્ધના શંકરસિંહની નેતાગીરીવાળા જૂથે એમના પર અને પાર્ટી પર નિશાન તાક્યું. શંકરસિંહ સાથેના વિરોધીઓએ નરેન્દ્ર મોદીને નીચા પાડવાનો પ્રયત્ન કર્યો.


આ પણ વાંચો : અમદાવાદના વરસાદમાં યુવકને મળ્યું દર્દનાક મોત, લાઈવ વાયર અડતા જ ભડથું થઈ ગયો 


પ્રણાલિકાગત ભાજપના સંગઠન મંત્રી બોલે ઓછું અને ચૂપચાપ સંગઠનનું કામ કરતા રહે. એનાથી કોઈ સલાહ સૂચનો પણ ન થાય. પ્રથાની આ નબળાઈનો શંકરસિંહે પૂરો લાભ ઉઠાવ્યો. નરેન્દ્ર મોદી ચૂપ રહ્યા તેથી કેશુભાઈના વિરોધીઓએ ફાયદલો લેવા માંડ્યો. શંકરસિંહની માગણી હતી કે બધી જ મહત્વની બાબતો માટે એમની સલાહ લેવી જોઈએ.


એક વખત કેશુભાઈ ગુજરાતના વિકાસના કામો અર્થે NRI પાસેથી મૂડી મેળવવાના આશયથી 8 સપ્ટેમ્બર 1995ના દિવસે UK અને USની એક દિવસની એક મહિનાની મુલાકાત માટે પ્રસ્થાન કરવાના હતા. એમની સાથે મોટી ટીમ જવાની હતી પણ કેશુભાઈએ શંકરસિહને સામેલ કરવાની ના પાડી.


કહેવાય છે કે પરદેશ જવાના આગલા દિવસે જ્યારે બંને મળ્યા ત્યારે  કેશુભાઈએ એમના પ્રતિસ્પર્ધીને કહ્યું કે નિયુક્તિની બાબતમાં એમણે દખલગીરી કરવી નહીં. એવું પણ જાણવા મળ્યું છે કે શંકરસિંહે વળતો જવાબ આપતા કહ્યું કે 'તમે પાછા આવશો ત્યારે તમે કદાચ મુખ્યમંત્રી હશો જ નહીં'. પ્રસ્થાન પહેલા કેશુભાઈએ વિવિધ કોર્પોરેશનના અધ્યક્ષોના નામ જાહેર કર્યા, શંકરસિંહ વિફર્યા અને બળવાનો ઝંડો ઉઠાવ્યો. મૂળમાં બે અહમ્ વચ્ચેની એ અથડામણ હતી. બળવો કોઈ વિચારસરણીને આધારીત નહોતો.  


આ પણ વાંચો : તૂટેલા બે દિલ ફરી જોડાયા! કોરોનાકાળની એકલતામાં પતિનું હૃદય પીગળ્યું અને છૂટાછેડાનો કેસ પરત ખેંચાયો


24 સપ્ટેમ્બર 1995ના દિવસે શંકરસિંહે એક મહાસભાનું આયોજન કર્યું. શંકરસિંહ એમનો ગુસ્સો હાઈકમાન્ડ સામે પ્રગટ કરી શક્યા હોત પરંતુ એમણે એમ ન કર્યું. શંકરસિંહે યોજેલી મહાસભાના બે દિવસ પછી સપ્ટેમ્બર 26મીએ ગુજરાત ભાજપની મીટીંગ થઈ પરંતુ ફક્ત 60 ધારાસભ્યો જ હાજર રહ્યા. એટલે કે વિધાનસભામાં ભાજપના કુલ સભ્યોમાંથી અડધાથી થોડાક વધુ.


શંકરસિંહની મહાસભામાં 47 ધારાસભ્યો હાજર રહ્યા હતા. તેઓને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ હતી.આવી અરુચિકર પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ રાજ્યની પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું અને 28 સપ્ટેમ્બર 1995ના પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો. જે આ મુજબ હતો. 


આ પણ વાંચો : જુનાગઢના સોલંકી પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, છતાં બેન્ડબાજા સાથે મૃત પુત્રવધુ-દીકરીને વિદાય આપી 


પ્રતિ, પ્રદેશ પ્રમુખશ્રી, 
માન. શ્રી  કાશીરામભાઈ સાદર પ્રણામ.


ગુજરાતની જનતાની આશા, આકાંક્ષા સામે આજે અનેક પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. હજારો કાર્યકરોના તપથી બનેલી આપણી પાર્ટીની આબરૂ છડેચોક લૂંટાઈ રહી છે. બે વર્ષના એકધારા વિવાદ અને વંટોળ પછી 'સત્ય' હવે પૂર્ણ સ્વરૂપે બહાર આવ્યું છે. ગયા બે દિવસની ઘટનાઓ તેની સાક્ષી છે. પાર્ટીના હિતમાં ખાસ્સા લાંબા સમયથી મૌન ધારણ કરીને બેઠો છું. ભૂતકાળમાં અનેક વાર આપને રૂબરૂ મળીને જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી રહ્યો છું. ખેર, આજે પરિસ્થિતિ ઘણી નાજુક છે. બે દિવસના ઘટનાક્રમે પોતે જ મારી નિર્દોષતા પુરવાર કરી હોવા છતાંય એક કાર્યકરની ભૂમિકાથી વિચારવાના મારા સંસ્કાર છે. આજે એક કથાનું સ્મરણ થાય છે. ન્યાયાલયમાં 'સાચી મા' અને 'સાવકી મા' વચ્ચે બાળકના અધિકાર માટે લડાઈ ચાલતી હતી. ન્યાયમૂર્તિએ બાળકના ટુકડા કરી વહેંચી લેવા સૂચવ્યું. સાચી માએ બાળકના ટુકડા ન કરવા આજીજી કરી. હા, એ જ ભૂમિકાથી હું એક નિર્ણય પર આવ્યો છું. પક્ષ ખાતર બલિ થવાનો માર્ગ મને વધુ ઉપકારક લાગે છે. આ જ પળે હું મારા મહામંત્રીપદેથી રાજીનામું આપું છું. કાર્યકર તરીકે સદાય પક્ષની કામગીરી કરતો રહીશ. મને શ્રદ્ધા છે કે મારા નામની આડ લેવાની હવે કોઈને જરૂરિયાત નહીં રહે. ભૂતકાળની જેમ આ વખતે મારું રાજીનામું સ્વીકારવાનો ઈનકાર ન કરવા આગ્રહપૂર્વક વિનંતી. આ પળે આપના માધ્યમથી ભાજપના હજારો કાર્યકરોનો ઋણ સ્વીકાર કરી આભાર માનું છું. આપનો પણ સવિશેષ આભાર.


ભારતમાતાની સેવામાં સદાય આપ સૌનો નરેન્દ્ર મોદી.
 
જે દિવસે આ પત્ર લખાયો એ જ દિવસે શંકરસિંહે એક પત્રકાર સભા બોલાવી અને ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં એમની બહુમતી છે. અને પછી થઈ ગુજરાતની રાજનીતિમાં વળાંક લાવનારી ઘટના ખજૂરિયા-હજૂરિયા.