hmpv virus symptoms : ગુજરાતમાં નવા વાયરસ HMPV ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક બની ગઈ છે. રાજ્ય આરોગ્ય વિભાગે નવા વાયરસને લઈને માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. શું કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. લક્ષણો જણાય તો ડોકટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગની અપીલ કરી છે. રાજ્યમાં હાલ ના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત 3 રાજ્યમાં HMPVના 5 કેસ નોંધાતા દેશભરમાં ચર્ચા ઉપડી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ કોઈ નવો વાયરસ નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, આ વાયરસ કોરોના જેવો નથી, તેમાં માત્ર શરદી-ખાંસી આવે છે. છેલ્લાં 25 વર્ષથી આ વાયરસનું પૃથ્વી પર અસ્તિત્વ છે. 


આ વાયરસથી ગભરાવાની જરૂર નથી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું કે, HMPV વાઇરસને ધ્યાને રાખી રાજ્યનુ આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનુ તંત્ર પણ સજ્જ છે. સિવિલ ખાતે HMPV વાયરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે સિવિલના બાળકોના વિભાગને તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે. આ પ્રકારના વાયરસ માટે કોઈ વેક્સિન નથી કે કોઈ સ્પેસિફિક દવા નથી. જેને જેવા લક્ષણો એને એવી દવા આપવા સૂચના અપાઈ છે. લક્ષણો સાથે જાહેર જગ્યાઓ પર જવાથી ટાળવું જોઈએ.


ગુજરાતના હવામાનમાં મોટી આફત આવશે, IMD નું મોટું એલર્ટ : ભારે વરસાદ સાથે કરા પડશે


જામનગરની જીજી હોસ્પિટલમાં તૈયારી શરૂ
જામનગર HMPV વાયરસના પગલે જીજી હોસ્પિટલ ખાતે ઉચ્ચ તબીબોની બેઠકમા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં જીજી હોસ્પિટલ ખાતે પ્રારંભિક તબક્કામાં 30 બેડનો એક અલાયદા વોર્ડ બનાવવામાં આવશે, ઓક્સિજન અને લેબોરેટરી ટેસ્ટિંગ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ વાયરસથી લોકોને ડરવાની જરૂર નથી, જ્યારે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોએ સાવચેત રહેવા તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે


સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે