હાર્દિક દિક્ષીત/વડોદરા: ગુજરાતમાં રામનવમીએ શાંતિ ડહોળાઈ છે. વડોદરામાં રામનવમીએ 3-3 વાર પથ્થરમારો કરાયો છે. રાજ્યમાં રામનવમીની શાંતિથી શોભાયાત્રા ચાલી રહી હતી. આ સમયે જ પથ્થરમારાથી વડોદરાની શાંતિ હણાઈ ગઈ છે. ભગવાન રામની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો છે. પોલીસે મામલો સંભાળી હાલમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે પણ ગુજરાતમાં રામનવમીએ આ ઘટનાને સીધા સવાલો ઉભા કર્યા છે. પથ્થરમારાની આ ઘટનામાં પોલીસ કમિશ્નરનો પણ આબાદ બચાવ થયો છે. વડોદરાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના ગૃહમંત્રીએ રાતના 12 વાગ્યા સુધી તમામ લોકોને જેલના હવાલે કરવા આદેશ કર્યા છે. રામનવમીએ આ ઘટનાથી વડોદરાનો માહોલ બગડી ગયો છે. પોલીસે અઈચ્છનિય ઘટના ન બને માટે 2 જિલ્લાની પોલીસના ઘાડા વડોદરામાં ખડકી દીધા છે. ભગવાન રામની શોભાયાત્રા સમયે જ પલિતો ચંપાતો ઘટનાના પડઘા અન્ય જિલ્લાઓમાં ન પડે માટે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે. 


ગાંધીનગરમાં ડીજીપીની અધ્યક્ષતામાં ટોપલેવલની બેઠક યોજાઈ રહી છે. ભાજપની સરકારમાં ગુજરાતમાં કેટલાક તોફાની તત્વોએ પલિતો ચાંપી સરકારને સીધો પડકાર ફેંક્યો છે. આ ઘટના બાદ વડોદરામાં આ વિસ્તારો સૂમસામ બનવાની સાથે પોલીસતંત્ર હાઈએલર્ટ પર આવી ગયું છે.



ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે લાલઆંખ કરી છે. આજે રાત્રે 12 વાગ્યા પહેલા તોફાની તત્વોને પકડી પાડવા સૂચના આપી દીધી છે, જ્યારે કમિશનરે પણ શાંતિ જાળવવા અપીલ કરી છે. રાજ્યના તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ત્રિનેત્ર પહોંચ્યા છે. રા્જયના પોલીસ વડા પણ ઉપસ્થિત છે. હાલ સીસીટીવી ફુટેજની તપાસ થશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાની કોશિશ કરી છે. લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કોમી ભડકાથી રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ફતેપુરા વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થતી જોવા મળી રહી છે.