Vadodara News : વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શનમા આવ્યું છે. વધુ એક એડિશનલ કમિશનરની પોસ્ટ ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે. વડોદરામાં રામનવમી પર થયેલા પથ્થરમારા મામલો કેન્દ્રીય એજન્સી સુધી પહોંચ્યો છે. એજન્સીએ આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. પોલીસ બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારો કેવી રીતે થયો તેની વિગતો માંગી છે. ત્યારે હવે વડોદરામાં વધુ એક એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામા રામનવમીના દિવસે 3 કલાકમાં 4 સ્થળે પથ્થરમારો થયો હતો. વડોદરામાં પથ્થરમારા કેસમાં વધુ 11 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 39 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે વડોદરામાં લૉ એન્ડ ઓર્ડર માટે એડિશનલ કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ છે. પોલીસ કમિશનર શમશેર સિંહે રજૂઆત કરતાં ગૃહ વિભાગે નિર્ણય લીધો છે. ગૃહ વિભાગ દ્વારા ટૂંક સમયમાં નિમણૂંક કરાશે. શહેરમાં હવે 1 નહીં 2 એડિશનર પોલીસ કમિશનર રહેશે. રામ નવમીની યાત્રા સમયે થયેલા તોફાનો બાદ આ નિર્ણય લેવાયો છે.    


ગુજરાત સરકારના દાવા પોકળ નીકળ્યા, 3 વર્ષમાં એટલા કોમી છમકલા થયા કે ગુજરાતની છબી બગડી
 
આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વડોદરામાં પથ્થરમારા કરનાર લોકો જ્યાં છુપાયા હશે ત્યાંથી પકડી લઈશું. રામનવમી યાત્રા પર પથ્થરમારો થયો એ ગંભીર મામલો છે. કોઈ ખોટી વાત, અફવા ફેલાવશે તેમની સામે કડક કાર્યવાહી પોલીસ કરશે. હેટ સ્પીચ આપનાર કોઈપણ વ્યક્તિ સામે પગલાં ભરાશે. 


વડોદરામાં થયેલા તોફાન મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું કે, પથ્થરમારો કરી શહેર બહાર ભાગી ગયેલાને પણ દબોચી લેવાશે. ઈદ હોય કે રામનવમી, પથ્થરબાજી નહીં ચાલે. 


જોકે, ઓપરેશન જેલ પર પૂછાયેલા સવાલ પર હર્ષ સંઘવીએ કંઈ પણ બોલવાનું ટાળ્યુ હતું. 


પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો, કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા