દીકરીઓના માતાપિતાને ગૃહરાજ્ય મંત્રીની મોટી સલાહ : કીટી પાર્ટીમાં બેસીને દીકરીઓની ચર્ચા કરવાનું બંધ કરો
Harsh Sanghvi On Cyber Bullying : ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, મારી વાલીઓને વિનંતી છે કે, તમે સોસાયટીના ડરથી આજુબાજુ વાળા શું કહે છે એ છોડી દો. નાની મોટી કોઈ પણ ઘટના બને તો પોલીસની મદદ લો
rime against women : તાજેતરમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજને છઠ્ઠા ગ્રેજ્યુએશન ડેની ઉજવણીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. જેમાં હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ડિગ્રી આપી, સાથે જ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ડ્રગ્સના ચક્કરમાં ન ફસાવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે ન્યૂડ કોલ્સ, દીકરીઓ સાથે છેડતી વિષય પર પણ ખૂલીને વાત કરી.
દીકરીઓની ઘટના છુપાવો નહિ
ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, મારી વાલીઓને વિનંતી છે કે, તમે સોસાયટીના ડરથી આજુબાજુ વાળા શું કહે છે એ છોડી દો. નાની મોટી કોઈ પણ ઘટના બને તો પોલીસની મદદ લો. દીકરીની મજાક ઉડાવનારને સજા આપવાને બદલે એ દીકરીની ચર્ચા જ્યારે સોસાયટીમાં સાંજે કરીએ છીએ તેને કારણે સોસાયટીમાં મહિલાઓ પર થતા આવા બનાવોને આપણે રોકી શકતા નથી. પરિવારવાળા આવી ઘટનાઓે છુપાવી રહ્યા છે. આને છુપાવવાની જરૂર નથી. દીકરીઓ સાથે આવી નાની મોટી કોઈ પણ ઘટના બની હોય તો તેને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરો. જેથી અમે તેને રોકવામાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. તમે એટલા સમય સુધી રાહ ન જુઓ કે ઘટના અને વિષય હાથમાંથી બહાર જતો રહે. પછી તમે પોલીસ સ્ટેશન પહોંચો છો તો તેનો કોઈ મતલબ નથી.
કોઈ દારૂ પીને પકડાશે તો એમ કહેશે કે ગિફ્ટ સિટીમાં પીધો હતો! આ નિર્ણયને વખોડાયો
અંબાલાલ પટેલની આગામી 24 કલાક માટેની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે આવશે વરસાદ