Vadodara News : બાળ ગોકુલમ સંસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક માસનો પગાર દાનમાં આપ્યો છે. સંસ્થાના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ઓસમાણ મીરે પોતાના કંઠના કામણ પાથરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરમાં કાર્યરત બાળ સુધારણા ગૃહ એટલે કે બાળ ગોકુલમના લાભાર્થે સયાજી નગર ગૃહમાં યોજાયેલા સાંગીતિક કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા વહિવટી તંત્રના પ્રયાસોથી પ્રેરાઈ એક માસનો પગાર દાનમાં આપવાની ઉદ્દાત જાહેરાત કરી હતી


નિરાધાર બાળકને નવી દિશા આપી તેમના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે હાથ ધરાયેલા જિલ્લા વહિવટી તંત્રના સ્તુત્ય પ્રયાસોને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જિલ્લા પ્રશાસને જે સંકલ્પ હાથમાં લીધો છે, તેને પરિપૂર્ણ કરવા વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને યથાયોગ્ય યોગદાન આપવા આગળ આવવું જોઇએ. 


વિદેશોમાં એવી તો શું તકલીફ આવી કે પરત ફરી રહ્યાં છે ગુજરાતીઓ, સ્વદેશી બની રહ્યાં NRI


તેમણે ઉમેર્યું કે વડોદરાનાં ઉદ્યોગકારોએ આવા બાળકોને સહયોગ આપશે તો આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થવા સાથે તેમના જીવનમાં ચોકકસ બદલાવ આવશે. બાળ ગોકુલમ ના બાળકોની આંગળી પકડી તેને સમાજમાં પુનઃસ્થાપિત થવામાં મદદ કરવા તેમણે અપીલ કરી હતી. 


તેમણે એમ પણ જણાવ્યું કે બાળ ગોકુલમ સંસ્થાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કલેકટર શ્રી અતુલ ગોર તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના આ પ્રયાસો બિરદાવવા પડે અને સરકારી અધિકારી કેવા સારા કામો કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. તેના કારણે બાળ ગોકુલમના બાળકો ભણી કારકિર્દીનું ઘડતર કરી શકશે. 


હવે વિદેશ જવા ગુજરાતીઓને ફાંફા પડશે, UK અને Canada એ નિયમોમાં કર્યા મોટા બદલાવ


પ્રારંભમાં વડોદરા જિલ્લા પ્રોબેશન અને આફ્ટર કેર એસોસિયેશનના પ્રમુખ અને જિલ્લા કલેકટર અતુલ ગોરે સૌનો આવકાર કરતા જણાવ્યું હતું કે, બાળ ગોકુલમ સંસ્થાને રાજ્ય સરકાર દ્વારા અનુદાન આપવામાં આવે છે. આ બાળ સુધાર ગૃહમાં અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ ગુણવત્તા સભર બને. એટલું જ નહિ, સંસ્થામાં તેમને વધુ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઓસમાણ મીરે પોતાના કંઠના કામણ પાથરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


ન્યૂ યર પાર્ટી માટે થાઈલેન્ડ નહિ આ દેશમાં જાઓ : રંગીન ગલીઓ, નાઈટલાઈફ ને દારુ બધુ છે