Vav Assembly By Election 2024 : ગુજરાતમાં કોઈ ચૂંટણી હોય અને આયાતી ઉમેદવારની ચર્ચા ન થાય એવું ક્યારેય ન બને. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી.. લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી આયાતી ઉમેદવારની ચર્ચા વગર ચૂંટણી શક્ય નથી. આ વખતે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ આયાતી ઉમેદવારની ચર્ચા થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોંગ્રેસના ઉમેદવારને આયાતી કહેવા પર ઘમાસાણ મચી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર આક્ષેપ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વધુને વઘુ રસપ્રદ બનતી જઈ રહી છે. આજે ગૃહ રાજ્યમંત્રીના એક નિવેદનથી રાજકીય ભૂકંપ આવી ગયો છે. નિવેદન પર વાર થયા, અને વાર પર પલટવાર થયા. બનાસકાંઠાનાં ડીસામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાવ પેટા ચૂંટણી અંગે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં. ડીસા પહોંચેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાવ પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે, કોંગ્રેસના અનેક નેતાઓને છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસે લાડુ બતાવ્યા પણ છેલ્લે બાદબાકી કરી દીધી એટલે અનેક નેતાઓમાં કોંગ્રેસના આલાકમાન પર રોષ છે. વાવ વિસ્તાર આજે હરિયાળો બન્યો અને આજ કોંગ્રેસ દ્વારા કેનાલોનો વિરોધ કરાતો હતો. એમના ઉમેદવાર પણ વાવના નથી..


મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન


નવેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાત પર ફરી આવશે આફત