Gujarat Corona Update: ગુજરાતની આ હકીકત ભૂલશો તો મૂકાશો મુસીબતમાં; કોરોના એક મિનિટમાં 5 લોકોને બનાવે છે શિકાર
ગુજરાતમાં 8 મહિના બાદ કોરોનાના કેસ 6 હજારને પાર ચૂક્યા છે. 24 કલાકમાં ગુજરાતમાં 6 હજાર 275 કેસ નોંધાયા છે. ત્યારે એક મોટી હકીકત સામે આવી છે. રાજ્યમાં દર મિનિટે 5 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હોવાની વાત સામે આવી છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંક પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 6275 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. તો બીજી તરફ માત્ર 1263 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો. આજના દિવસમાં કુલ 93,467 વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.
એક મિનિટમાં 5 ગુજરાતીઓ કોરોનાથી સંક્રમિત
ગુજરાતમાં 8 મહિના બાદ કોરોનાના કેસ 6 હજારને પાર ચૂક્યા છે. 24 કલાકમાં ગુજરાતમાં 6 હજાર 275 કેસ નોંધાયા છે. ત્યારે એક મોટી હકીકત સામે આવી છે. રાજ્યમાં દર મિનિટે 5 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હોવાની વાત સામે આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસમાંથી એકલા અમદાવાદમાં જ સૌથી વધુ કેસ છે. એટલે કહી શકાય કે રાજ્યનું એપી સેન્ટર અમદાવાદ છે. સુરતમાં 1879 અને વડોદરામાં 398 નવા કેસ નોંધાયા છે. ગુજરાતના તમામ જિલ્લામાં હવે ફરી એકવખત કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં બૂસ્ટર ડોઝની શરૂઆત; જાણો જરૂરી નિયમો, કોણ લઈ શકશે અને કોઈ નહીં
અમદાવાદમાં કેસ વધ્યા, પણ સ્થિતિ નિયંત્રણમાં...
અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 7397 કોરોનાના કેસ નોંધાયા છે. શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો આવવા છતાં હોસ્પિટલાઈઝેશનની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાની વાત સામે આવી છે. અંદાજે 200 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સુરતમાં કોરોનાના નવા 1796 કેસ નોંધાયા છે, જેમાં 70 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત હોનાનું જાણવા મળે છે. ACP અભિજીત સિંહને પણ કોરોના થયો છે. જ્યારે 453 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. રાજ્યમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા 6000ને પાર પહોંચી ચૂકી છે.
ઉત્તરાયણમાં લોકો અગાસી પર કેમ મોડાં જશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી
અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટમાં વધારો
નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં વધારો થયો છે. શહેરમાં 15 નવા વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. હાલ કુલ વિસ્તારોની સંખ્યા 172 થઈ છે. તમને જણાવી દઈએ કે શહેરમાં મોટો કોરોના વિસ્ફોટ યથાવત છે. બીજી તરફ માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની યાદી 150ને પાર પહોંચી છે. Amc દ્વારા રવિવારે નવા 15 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. જ્યારે અગાઉના 14 વિસ્તાર રદ્દ કરાયા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની કુલ સંખ્યા 172 થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube