ગુજરાતમાં ભાજપે 4 સિનિયર નેતાઓને સોંપી મોટી જવાબદારી, લોકસભા ચૂંટણીના સોંગઠાં ગોઠવશે!

ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપે લોકસભા ચૂંટણીના વ્યવસ્થા પ્રબંધક સંયોજકની જાહેરાત કરી છે. પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાને સંયોજક બનાવાયા છે. તો જયસિંહ ચૌહાણ અને જગદીશ પટેલને સહસંયોજક બનાવાયા છે.
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. બીજી બાજુ ભાજપમાં સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી અનુલક્ષીને ભાજપે કેટલાક મોટા નેતાઓને મોટી જવાબદારી પણ સોંપી છે. સિનિયર સભ્યોને સંયોજક- સહ સંયોજક તરીકે જવાબદારી સોંપી છે.
એક સંયોજક અને ચાર સહસંયોજકના નામની જાહેરાત
ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપે લોકસભા ચૂંટણીના વ્યવસ્થા પ્રબંધક સંયોજકની જાહેરાત કરી છે. પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાને સંયોજક બનાવાયા છે. તો જયસિંહ ચૌહાણ અને જગદીશ પટેલને સહસંયોજક બનાવાયા છે. આ ઉપરાંત પ્રદીપ પરમાર અને ભરત આર્યને સહસંયોજક બનાવાયા છે. એટલે કે એક સંયોજક અને ચાર સહસંયોજકના નામની જાહેરાત કરવામાં આવી છે.
આજે રાત સુધીમાં થઈ શકે છે ઉમેદવારોના નામની જાહેરાત!
આજે ગુજરાતના મુખ્યમંત્રી દિલ્લી જશે જ્યાં પીએમ મોદીની અધ્યક્ષતામાં લોકસભાની ટિકિટ કોની આપવી તે નામો પર અંતિમ મહોર લાગવાની છે. આજે રાત સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. અત્રે જણાવીએ કે, 25થી 30 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે.
ભાજપ કેન્દ્રીય સમિતિની બેઠક
આજે ભાજપની કેન્દ્રીય સમિતિની બેઠક મળવાની છે. જેમાં લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. સાંજે 7 કલાકે PM મોદીની હાજરીમાં ઉમેદવારોને લઇ ચર્ચા થશે.