અમદાવાદ: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના 7 લોકોને પદ્મશ્રી એવોર્ડ મળશે. ગુજરાતમાંથી કુલ ત્રણ મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ મળશે. જેમાં ચિત્રકળા, લોક સાહિત્ય, કૃષિ અને આર્કિટેકનો ક્ષેત્રના મહાનુભાવો સામેલ છે. ગુજરાતના ત્રણ લોકોને પદ્મક્ષી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હીરાબાઈ લોબી, ભાનુભાઈ ચીતારા અને પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જ્યારે ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મહત્વનું છે કે, 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે 26 લોકોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. દિલીપ મહાલનોબિસને કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરશે. પશ્ચિમ બંગાળ સાથે સંબંધ રાખનારા પૂર્વ ડો.દિલીપ મહાલનોબિસને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. ડો. દિલીપ તે જ વ્યક્તિ છે જેમણે ORSના ફોર્મ્યુલાની શોધ કરી હતી. તેમને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2022માં ઓક્ટોબર મહિનામાં તેમનું અવસાન થયું હતું. નોર્થ સેન્ટીનેલથી 48 કિમી દૂર આવેલા ટાપુમાં જારવા જનજાતિ સાથે કામ કરતા આંદામાનના નિવૃત્ત સરકારી ડૉક્ટર રતન ચંદ્રાકરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.



પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી
પદ્મ એવોર્ડ માત્ર એક સન્માન છે. આ પુરસ્કારો સાથે રેલવે / હવાઇ મુસાફરીમાં કોઈપણ રોકડ ભથ્થું અથવા છૂટછાટ વગેરેની સુવિધા લઇ શકાતી નથી. પુરષ્કાર કોઈ પદવી નથી અને તેને લેટરહેડ્સ, આમંત્રણ કાર્ડ્સ, પોસ્ટરો, પુસ્તકો વગેરે પર પુરષ્કાર વિજેતાના નામની આગળ પાછળ ઉલ્લેખ કરી શકાય નહીં, જો કોઈ દુરૂપયોગ થાય છે તો પુરસ્કાર એવોર્ડ જપ્ત પણ થઇ શકે છે..



ગુજરાતના પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી


ક્રમ નામ ફિલ્ડ પુરસ્કાર નામ
1 બાલકૃષ્ણ દોશી સ્થાપત્ય પદ્મ વિભૂષણ (મરણોપરાંત)
2 હેમંત ચૌહાણ કળા પદ્મશ્રી
3 ભાનુભાઈ ચિતારા કળા પદ્મશ્રી
4 મહિપત કવિ કળા પદ્મશ્રી
5 અરીઝ ખંભાતા વેપાર-ઉદ્યોગ પદ્મશ્રી
6 હિરાબાઈ લોબી સમાજસેવા પદ્મશ્રી
7 પ્રોફેસર મહેન્દ્ર પાલ વિજ્ઞાન-ટેકનોલોજી પદ્મશ્રી
8 પરેશભાઈ રાઠવા કળા પદ્મશ્રી

તમને જણાવી દઈએ કે, બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરાશે.


પદ્મ ભૂષણ (Padma Bhushan)
આ સન્માન રાષ્ટ્ર માટે કરેલી ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાને માન્યાતા આપવા માટે આપવામાં આવે છે.


પદ્મ વિભૂષણ (Padma Vibhushan)
આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે કે જે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને પ્રતિષ્ઠિત સેવા માટે આપવામાં આવે છે. આ સન્માનમાં સરકારી સેવકો દ્વારા આપવામાં આવતી સેવાનો સમાવેશ થાય છે.


પદ્મ શ્રી (Padma Shri)
પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેવા દ્વારા આપવામાં આવે છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાનો પણ સમાવેશ થાય છે.


કેવી રીતે અરજી કરવી?
આ માટે તમે સત્તાવાર વેબસાઇટ https://padmaawards.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો. આ માટે, તમારે એક ફોર્મ ભરવું પડશે અને તમારી માહિતી આપવાની સાથે, તમારે વેબસાઇટ પર તમારા દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્યની માહિતી પણ અપલોડ કરવી પડશે. નામાંકન અને ભલામણોમાં પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં નિર્દિષ્ટ તમામ સંબંધિત વિગતોનો સમાવેશ થવો જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપમાં અવતરણ (મહત્તમ 800 શબ્દો) નો સમાવેશ થવો જોઈએ, જેમાં વ્યક્તિની વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ અને વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી સેવાઓ શામેલ હોવી જોઈએ.



ભલામણ પણ કરી શકાય..
પદ્મ પુરસ્કાર માટે અરજી કર્યા પછી, કોઈ તમારી ભલામણ પણ કરી શકે છે. આમાં બે પ્રકારની કેટેગરી છે, જેમાં એક કેટેગરી સામાન્ય માણસની છે, જેના દ્વારા સામાન્ય માણસ ભલામણ કરે છે. તે જ સમયે, એક કેટેગરીમાં દેશના મહાનુભાવો જેમ કે સાંસદો, ધારાસભ્યો અથવા કોઇ ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે અને તેઓ તેના માટે અરજી પણ કરી શકે છે.