ચાલું વર્ષે ગરમીનું પ્રમાણ એ હદે વધ્યું કે લોકોએ આ વસ્તુની ખરીદી ત્રણ ગણી વધારી, રોગચાળાના કેસથી હોસ્પિટલો ઉભરાઈ
ગત માર્ચ મહિના કરતા ચાલુ સીઝનમાં ત્રણ ગણી માંગ વધી ગઈ છે. સામાન્ય રીતે ors ની ખરીદી એપ્રિલ અંતમાં અને મે મહિનામાં વધતી હોય છે. પરંતુ ચાલુ સીઝનમાં માર્ચમાં જ લોકોએ ors નું સેવન કરવા લાગ્યા છે.
ઝી ન્યૂઝ/અતુલ તિવારી/સપના શર્મા: આકાશમાંથી વરસી રહેલા અગનગોળાને કારણે સૌ કોઈ પરેશાન છે. મનુષ્યની સાથે પશુ-પંખી પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોવાથી ORS અને ગ્લુકોઝની ખરીદી વધી છે. ગયા મહિના કરતાં લોકો આ મહિને ત્રણ ગણી વધારે ખરીદી રહ્યા છે. ORS અને ગ્લુકોઝ શરીરમાં પાણીની અછતની પૂરતી કરતું હોવાથી શહેરના લોકો ORS અને ગ્લુકોઝવાળું પાણી પીએ છે. આ વસ્તુઓનું અત્યારે જેટલું વેચાણ થઈ રહ્યું છે તે સામાન્ય રીતે મે મહિનામાં થતું હોય છે. ચાલુ વર્ષે અગનગોળા વરસાવતી ગરમી રેકોર્ડ તોડી રહી છે જેના કારણે અમદાવાદીઓએ માર્ચ-એપ્રિલથી જ ORSનું સેવન શરૂ કરી દીધું છે.
ગરમી વધતા લોકો ORS અને ગ્લુકોઝની ખરીદી તરફ વળ્યાં છે, ત્યારે રાજેન્દ્ર પટેલ, ફોર્મલ જનરલ સેક્રેટરી, ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વખતે ગરમીનું પ્રમાણ એ હદે વધ્યું છે કે લોકો ors અને ગ્લુકોઝની ત્રણ ગણી ખરીદી તરફ વળ્યા છે. શરીરને ડીહાઇડ્રેશનથી બચાવવા માટે લોકો ors તરફ વળ્યાં છે. ગત માર્ચ મહિના કરતા ચાલુ સીઝનમાં ત્રણ ગણી માંગ વધી ગઈ છે. સામાન્ય રીતે ors ની ખરીદી એપ્રિલ અંતમાં અને મે મહિનામાં વધતી હોય છે. પરંતુ ચાલુ સીઝનમાં માર્ચમાં જ લોકોએ ors નું સેવન કરવા લાગ્યા છે.
આજે અડાલજમાં અન્નપૂર્ણાધામ ટ્રસ્ટનું PM મોદીના હસ્તે ઉદ્ધાટન: હીરામણિ આરોગ્યધામનું કરાશે ભૂમિપૂજન
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો
કાળઝાળ ગરમીના લીધે અમદાવાદમાં હવે રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. અસહ્ય ગરમી પડતા ઝાડા, ઉલટી, કમળો, ટાઈફોઈડ સહિતના રોગના કેસમાં વધારો થયો છે. ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદ સોલા સિવિલમાં દરરોજ 950 દર્દીઓ આવતા હતા તે વધીને હવે 1200 થઈ ગયા છે. વાસી ખોરાક અને ગંદા પાણીના લીધે પણ કેસ વધી રહ્યા છે. જો કે હાલ કોલેરાનો એક પણ કેસ ના હોવાથી થોડી રાહત મળી છે. માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલ મહિનામાં અમદાવાદમાં રોગચાળાના કેસમાં વધારો છે.
અમદાવાદમાં ઝાડા - ઉલ્ટી, કમળા તેમજ ટાઈફોઈડ જેવા પાણીજન્ય કેસોમાં વધારો થતા તંત્રનો શ્વાસ અધ્ધર થયો છે. શહેરમાં ગરમીનું પ્રમાણ વધતાં હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ટાઈફોઈડના માર્ચ મહિનામાં 4 કેસ નોંધાયા હતા જેની સામે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ 3 કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં ઝાડા - ઉલ્ટીના 60 કેસ સામે એપ્રિલના એક જ અઠવાડિયામાં 12 કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં ઝાડાના 93 કેસ સામે હાલ 22 કેસ માત્ર એક અઠવાડિયામાં સામે આવ્યા છે. કમળાના 13 કેસ માર્ચમાં નોંધાયા હતા જેની સામે એક અઠવાડિયામાં 2 કેસ નોંધાયા છે. માર્ચમાં નોંધાયેલા ઝાડા - ઉલ્ટી, કમળા તેમજ ટાઈફોઈડના કેસો એપ્રિલ મહિનામાં બમણા થવાનો અંદાજ છે. આ તમામ આંકડાઓ માર્ચની સરખામણીમાં એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં એવી સ્થિતિમાં વધ્યા છે, જ્યારે સોલા સિવિલ હોસ્પિટલની લેબ કર્મચારીઓના હડતાળને કારણે બંધ છે, દર્દીઓની રિપોર્ટ નથી થઈ રહ્યા. જો કે હાલ કોલેરાનો એકપણ કેસ ન હોવો એ રાહતની વાત છે.
ગીર જંગલમાં વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા
જૂનાગઢના સાસણ ગીર જંગલમાં વન્ય પ્રાણીઓને ગરમીથી રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. વન વિભાગ દ્વારા જંગલમાં કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. સોલાર લાઈટથી સજ્જ કરાયેલા કરાયેલા આ પોઈન્ટ પર ઓટોમેટિક પાણી ભરાઈ જાય છે. તો ક્યાંક જરૂરિયાત મુજબ પણ પાણી ભરવામાં આવી રહ્યું છે. ગીરના જંગલોમાં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે. આ સાથે જ દીપડા, હરણ સહિતના અન્ય વન્ય પ્રાણીઓ પણ છે. જેમને પાણીના આ કૃત્રિમ પોઈન્ટથી કાળઝાળ ગરમીમાં રાહત મળી રહી છે.
હિંમતનગરમાં ફરીથી હિંસા ભડકી, વણઝારા વાસમાં ટોળાંઓ સામસામે આવી જતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube