સુરજદાદા હીટિંગના મુડમાં છે! તમે પણ થઈ શકો છો `હીટ વિકેટ`, ઘરની બહાર નીકળતા પહેલાં આટલું જાણી લો
ડોક્ટરો સહિત હવે હવામાન વિભાગ પણ જણાવી રહ્યું છે કે, હાલની સ્થિતિને જોતા કામ સિવાય બહાર ના નીકળવા સલાહ આપવામાં આવી છે. લૂ લાગવાના કિસ્સા અને નસકોરી ફૂટવાના કિસ્સાઓ વધતા તેના બચાવમાં ખૂબ પાણી પીવું, સુતરાઉ કપડાં પહેરવા અને કામ વગર બહાર ન નીકળવું તેવું જણાવવામાં આવી રહ્યું છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં હજુ બે દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રણાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓમાં પ્રચંડ ગરમી પડશે. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. જેને પગલે બપોરના સમયે કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. મે મહિના જેવી ગરમી એપ્રિલ મહિનામાં પડવાની શરૂ થતાં આ વખતે અત્યારે જ ગરમ પવન ફૂંકાવાના શરૂ થયા છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં લૂ લાગવાના કિસ્સા અને નસકોરી ફૂટવાના કિસ્સા પણ વધ્યા છે. સામાન્ય રીતે મે મહિનામાં પ્રચંડ ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે માર્ચ મહિનાથી શરૂ થયેલા ગરમ પવનો એપ્રિલની શરૂઆતમાં જ ગુજરાતીઓને દઝાડી રહ્યા છે. બપોરે રસ્તાઓ પર સન્નાટો છવાઈ જાય એવી ગરમી પડી રહી છે.
અત્રે નોંધનીય છે કે, ઉનાળામાં લૂ લાગવાના કિસ્સામાં ઘરગથ્થુ ઉપચારોથી દર્દીની તબિયતમાં સુધારો ન જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં આ અંગેની સારવાર લેવી જોઈએ. સમગ્ર રાજ્યની જનતા આકરા તાપનો સામનો કરી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત ટાણે જ જો આટલો તાપ હોય તો હજુ તો પૂરેપૂરો ઉનાળો બાકી છે આગામી દિવસોમાં આ તાપમાનનો પારો ઊંચે ચઢે તો નવાઈ નહીં.
ડોક્ટરો સહિત હવે હવામાન વિભાગ પણ જણાવી રહ્યું છે કે, હાલની સ્થિતિને જોતા કામ સિવાય બહાર ના નીકળવા સલાહ આપવામાં આવી છે. લૂ લાગવાના કિસ્સા અને નસકોરી ફૂટવાના કિસ્સાઓ વધતા તેના બચાવમાં ખૂબ પાણી પીવું, સુતરાઉ કપડાં પહેરવા અને કામ વગર બહાર ન નીકળવું તેવું જણાવવામાં આવી રહ્યું છે. સનસ્ટ્રોક અથવા લૂ લાગવાના કિસ્સામાં સમયસર સારવાર ના મળે તો આ બાબત જીવલેણ પણ સાબિત થઇ શકે છે. લૂ લાગવાથી ચક્કર આવવા, ગભરામણ થવી, હ્રદયનાં ધબકારા વધવા, શ્વાસ ચડવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
લૂ લાગવાના લક્ષણો-
માથું દુખવું, પગની પીંડીમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધબુધ ગુમાવી દેવી, તેમજ અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી વગેરે જેવી અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સવારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.
સુરતમાં ચાર સંતાનના પિતાનું અધમ કૃત્ય; કેળાની લાલચ આપી પુત્રીની બહેનપણીને બનાવી હવસનો શિકાર
ઘરગથ્થુ ઉપચારો-
રોજિંદા વપરાશમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા), અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય છે. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. લૂ લાગવાના કિસ્સામાં ઘરગથ્થુ ઉપચારોથી દર્દીની તબિયતમાં સુધારો ન જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં આ અંગેની સારવાર લેવી જોઈએ.
નોંધનીય છે કે, હાલમાં દેશમાં ખાસ કરીને હિન્દી બેલ્ટ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ગરમ હવા અને લૂ ચાલવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં વધી રહેલા તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું છે. સરેરાશ તાપમાન સામાન્ય રીતે 33.10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે વર્ષ 1908 માં નોંધાયું હતું. એટલે કે આ માર્ચ 122 વર્ષ પછી આટલો ગરમ નોંધાયો હતો.