ઝી ન્યૂઝ/અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીથી ઠંઠવાયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઓછું થવાના બદલે વધી રહ્યું છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગની આગાહીથી લોકોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે દિવસ દરમિયાન પણ ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં 9 જાન્યુઆરીથી આજદિન સુધી મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેના લીધે ગાત્રો થિજવી દેતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે કચ્છના નલિયાનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે પાટણ અને ડીસાનું તાપમાન 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા શહેરનું તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગર શહેરનું તાપમાન 12.2 ડિગ્રી અને અમદાવાદ શહેરનું તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે. 


ગુજરાતના પાટીદારોને OBCમાં સમાવવા જોઈએ, રાજ્યો પાસે સત્તા છે: કેન્દ્રીયમંત્રી આઠવલે


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 18થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની વકી કરી છે. આ સ્થિતિને કારણે રાજ્યના તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો વધારો થતા ઠંડીથી રાહત મળશે.


રાજ્યવાસીઓને આજથી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા જોવામાં આવી છે. અનેક વિસ્તારોમાં 2થી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. રાજ્યમાં 20થી 22 તારીખના રોજ વાદળછાયુ વાતાવરણ રહેવાની જોવામાં આવી છે. ત્યારે રાજ્યના અમુક વિસ્તારમાં માવઠુ થવાની સંભાવના છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 18, 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી છે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિના દરમિયાન વિવિધ સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં સંખ્યાબંધ વખત પલટો આવ્યો છે જેના કારણે કમોસમી વરસાદ પણ થયો છે. ત્યારે વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube