તૈયાર રહેજો! ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો સહિત લોકો ચિંતાતુર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં રાજ્યભરના વાતાવરણમાં પલટો આવશે. જેના કારણ ગુજરાતમાં 4 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે.
ઝી ન્યૂઝ/બ્યુરો: ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર મળી રહ્યા છે. હાલમાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ આ અહેવાલ ફરીથી તમારી ચિંતા વધારી શકે છે. ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 21 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં પેઠો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં રાજ્યભરના વાતાવરણમાં પલટો આવશે. જેના કારણ ગુજરાતમાં 4 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. જેમાં મોટાભાગના શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જશે. આગામી 21 અને 22 જાન્યુઆરીએ કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
સવાણીને મળ્યું સુવાળાનું BJPમાં જોડાવાનું આમંત્રણ; 'પાર્ટીમાં સારા માણસોની જરૂર છે'
ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે. અનેક વિસ્તારોમાં 2થી 4 ડીગ્રી તાપમાન વધવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 18, 19 અને 20,21 અને 22 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.
નલિયા સૌથી ઠંડુંગાર
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મોટા ભાગનાં શહેરોમાં 10 ડીગ્રીથી નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુંગાર શહેર છે. એ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતનાં શહેરોમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube