ઝી બ્યુરો/અમદાવાદ: પોલીસએ શિસ્તમાં રહેનારૂ ખાતું છે પરંતુ સમયે સમયે પોલીસ વિવાદમાં આવતી રહે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની પોલીસ વિવાદોના વિક્રમ સર્જી રહી છે ત્યારે આ વખતે ગુજરાતની ખેડા પોલીસના દારૂડિયા પોલીસ અધિકારીઓ મોજ કરતા કરતા ઝઘડવા લાગ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ ગુજરાત પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો.


  • ખાખીના વેશમાં કોણ છે આ, 3 પોલીસ ઈન્સ્પેક્ટરો સસ્પેન્ડ 

  • આર કે પરમાર, વાય આર ચૌહાણ અને એચ બી ચૌહણ સસ્પેન્ડ 

  • ત્રણેય PIની મારામારીનો વીડિયો થયો હતો વાયરલ 

  • વાયરલ વીડિયોમાં દારૂની બોટલ પણ દેખાઈ હતી 

  • જિલ્લા પોલીસવડાએ તમામ PIને કર્યા સસ્પેન્ડ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાખીને બદનામ કરતો આ વિડિયો 
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસ ઈન્સ્પેક્ટર વચ્ચે જોરદાર મારામારી થઈ રહી છે.  વીડિયોમાં જોવા મળે છે કે  ત્રણ PI દારૂની મહેફીલ વચ્ચે કોઇ બાબતને લઇને એકબીજાને માર મારી રહ્યા છે.  પોલીસ અધિકારીઓ વચ્ચે આ પ્રકારની મારામારીની ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં અપાયા અને ત્રણેય PI આર કે પરમાર, વાય આર ચૌહાણ અને એચ બી ચૌહણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.



ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થયો છે. દારૂની મહેફિલ માણતા સમયે અધિકારીઓ વચ્ચે મારામારી થઈ હતી. અહેવાલ અનુસાર, વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ જોવા મળી રહ્યા છે તેમને લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ તથા વાય. આર. ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર  હોવાનું સામે આવ્યું છે. આ ત્રણ PI દારૂની મહેફિલમાં મારામારી કરતા હોય તેમ જોવા મળી રહ્યું છે. અહેવાલ અનુસાર, હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે. વાય. આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ આપવામાં આવ્યો  હતા. ત્યાર બાદ આ ત્રણેયને સસ્પેડન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. 


શું છે વાયરલ વિડીયોનું સત્ય ?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જ્યારે એક વ્યક્તિ અન્ય ઘટના સ્થળે હાજર છે. ડાઈનીંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડો કરનારા બંને શખ્સો આણંદ ખાતે રહે છે અને એન્જિનીયર છે. વિડીયોમાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ પડેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. Kheda Police ના ત્રણ-ત્રણ PI ની હાજરીમાં થયેલી મારામારી-ગાળાગાળીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ ઘટના પોલીસ ઈન્સ્પેક્ટરના સરકારી આવાસ હતા.