ઉમેશ પટેલ/વલસાડ: વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. દરિયો ગામમાં ઘૂસી જતા લોકોના ઘરો તૂટ્યા હતા. ઘરોમાં પાણી ઘુસતા રસ્તા પર હોડીઓ ફરતી થઈ છે. છેલ્લા ઘણા સમયથી વલસાડના દાતી સહિત 3 થી 4 ગામોમાં દરિયો તબાહી મચાવી રહ્યો છે. ગામ લોકો દ્વારા અનેક વાર તંત્ર અને નેતાઓને રજુઆત કરાઈ છે. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આજે લોકોની સામે સ્થળાંતર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડના કાંઠા વિસ્તારમાં ફરી ભરતીના પાણીથી તબાહી સર્જાઈ છે. વલસાડ તાલુકાના દાતી સહિત 4 ગામમાં દરિયાનું પાણી ઘુસી જાય છે. છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. દાંતી ગામની બાજુમાં નદી માંથી દરિયા કિનારેથી રેતી ખનનનું ગેરકાયદેસર ચાલતું મસ મોટું રેકેટ આજે કાંઠા વિસ્તારના લોકો માટે આફત બનીને સામે આવ્યું છે. રેતી ખનનને લીધે દાતી ગામે બનાવેલ પ્રોટેક્શન વોલ દરિયાના પ્રચંડ મોજામાં તૂટી જતા હાલ દરિયાનું પાણી ગામોમાં ઘૂસે છે અને તબાહી મચાવે છે. ચોમાસાની સિઝનમાં દરિયામા આવતી ભરતી ગામ લોકો માટે દહેશતનો માહોલ ઉભો કરે છે. અરબી સમુદ્રમાં લો પ્રેસરને લઈ દરિયો તોફાની બનતા કાંઠા વિસ્તારના ગામો માટે આફત બન્યો છે. લોકો બે દિવસથી પોતાના ઘરોમાં ખાવાનું સુધ્ધાં બનાવી શકયા નહીં.



વડોદરામાં લોકો કેમ નથી લઈ રહ્યા કોરોનાનો બૂસ્ટર ડોઝ! આ રહી સૌથી મોટી હકીકત


જૂન મહિનાથી શરૂ થયેલા ચોમાસાથી લઈ આજ સુધી આવેલી મોટી ભરતીમાં દાંતી, ભાગલ, સહિત અન્ય 2થી 3 ગામોમાં દરિયો અંદર ઘૂસ્યો છે. છેલ્લા બે દિવસથી ચાલતી મોટી ભરતીમાં લોકોના મકાનો તૂટ્યા છે. 10થી વધુ મકાનો જમીનદોશ થયા છે, તો લોકોના ઘરવખરીનો સમાન સહિત ઘરો ભારે નુકશાન થયું છે. 100થી 150 જેટલા ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને લઇને કાંઠા વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે. અને તેમને પોતાના ઘરમાં જ રહેવા અને જમવા માટેના કોઈ સાધન સામગ્રી બચી નથી. બીજી બાજુ બે ત્રણ દિવસ સુધી વીજળી પણ ડુલ થઈ જાય છે.



અગાઉ વલસાડના કાંઠા વિસ્તારના નાની દાંતી, મોટી દાંતી, ભાગલ, દાંડી સહિતના ગ્રામજનોએ સરકારી તંત્રને આ બાબતે અવાર નવાર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતોને ધ્યાનમાં નહિ લેવાતા ફરી આ કાંઠા વિસ્તારના ગામોમાં તબાહીના મંજરો જોવા મળ્યા છે.



છેલ્લા બે દિવસથી ચાલતી દરિયાની મોટી ભરતીના પાણી એટલા પ્રચંડ વેગ થી દરિયા માંથી આવી રહિયા છે કે, લોકોના ઘરોમાં આશરે બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, અને ઘરમાં મૂકેલા સમાન અને રસોઈ બનાવવાના સાધનો પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. આટલી ગંભીર પરિસ્થિત સર્જાયા બાદ સતાધીશોના પેટનું પાણી હલતું નથી. જેને લઇને કાંઠા વિસ્તારના લોકો જનજીવન પર માઠી અસર પડી રહી છે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube